→ જન્મ : 20 ઓક્ટોબર, 1920 (ગોઠ- રાજગઢ, જિ.પંચમહાલ)
→ મૂળ વતન : સુરત
→ પૂરું નામ : જયંતલાલ હિંમતલાલ પાઠક
→ અવસાન : 1 સપ્ટેમ્બર, 2003(સુરત)
→ હુલામણું નામ : બચુડો
→ ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ અને વિવેચક
→ તેમણે વર્ષ 1943માં સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે B.A.ની ડિગ્રી અને વર્ષ 1945માં વડોદરા કોલેજમાંથી M.A.ની ડિગ્રી મેળવી હતી.
→ તેઓ વર્ષ 1947થી જન્મભૂમિ અને હિન્દુસ્તાન દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા હતા.
→ તેમણે વર્ષ 1960માં વર્ષ 1920 પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેના પરિબળો અને સિદ્ધિ વિષય પર Ph.D. ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે વર્ષ 1953-80 દરમિયાન એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી
→ તેમનું સાહિત્ય સર્જન ગુજરાત મિત્ર, કુમાર, બુદ્ધિ જેવા સામયિકોમાં પ્રગટ થતું હતું.
→ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ મર્મર વર્ષ 1954માં પ્રકાશિત થયો હતો.
→ તેમની વર્ષ 1956 સુધીની સમગ્ર કવિતાઓનો ક્ષણોમાં જીવું છું કાવ્યસંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
→ વર્ષ 1920 પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેમાં પરિબળો અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસને લગતું એમનું પુસ્તક આધુનિક કવિતાપ્રવાહ(1965) ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે.
→ તેમણે વર્ષ 1990-91 માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી.
→ તેઓ વર્ષ 1992માં નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટનાં પ્રમુખ રહ્યા હતાં
→ સાહિત્ય જગતમાં તેમણે કરેલ પ્રદાન બદલ તેમને કુમાર સુવર્ણચંદ્રક (1957), સોવિયત નહેરુ એવોર્ડ (1974), નર્મદ સુવર્ણચંદ્રક (1976), રણજિતરામ સુવર્ણચંદ્રક (1976), ઉમા બેહરશ્ચિમ પારિતોષિક (1982-83), સાહિત્ય અકાદમી પુરસ્કાર-દિલ્હી (1980), પ્રેમાનંદ સુર્વણચંદ્રક (2001)અને નરસિંહ મહેતા એવોર્ડ (2003) પ્રાપ્ત થયા હતાં.
→ તેમની રચના શૂળી ઉપર સેજ માટે તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
→ તેમના માનમાં ગુજરાતી સાહિત્યમાં જયંત પાઠક કવિતા પુરસ્કાર આપવામાં આવે છે.
સાહિત્ય સર્જન
→ કાવ્યસંગ્રહ : વગડાનો શ્વાસ, બે અક્ષર આનંદના, મૃગયા, શૂળી ઉપર સેજ, મર્મર, અનુનય, વિસ્મય, ક્ષણોમાં જીવું છું, અંતરિક્ષ
→ નિબંધ : વનાંચલ, તરૂરાગ
→ અન્ય : સંકેત, આલોક, ચિતારો(ગીત-સર્ગમાંથી), રેવા તટે મધ્યાહન સંધ્યા (સોનેટ- વિસ્મયમાંથી) વતનથી વિદાય થતાં(સોનેટ), ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય, વનાંચલ(સ્મરણકથા)
→ વિવેચનગ્રંથોઃ આધુનિક કવિતા પ્રવાહ, ભાવયિત્રી, આલોક
એક લસરકે ઊગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ
ટપકે ટપકે ફૂટી નીકળ્યા, ધરતીપટથી પહાડ
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે.
સરવાળો સતકર્મનો, ગુણનો ગુણાકાર બાદબાકી બર બુરાઈની, ભ્રમનો ભાગાકાર
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં
પ્હાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર
0 Comments