સ્નાયુઓનાં સતત સંકોચનો કરાવતો તથા ઈજાના સ્થાને સિ.ટિટેનાઇ નામના જીવાણુઓના ચેપથી થતો રોગ. શારીરિક ઈજાના ઘાવમાં ક્લોસ્ટ્રિડિયમ ટિટેનાઇ નામના જીવાણુ (bacteria)થી ચેપ લાગે તો તેના ઝેરની અસરથી આ રોગ થાય છે. સમયસરની યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ નીવડે છે. સ્નાયુઓનાં સંકોચનને કારણે શરીર અક્કડ થઈને ધનુષ્યના ચાપની જેમ વાંકું વળી જાય છે માટે તેને ધનુર્વાનો રોગ કહે છે.
→ આ રોગને ટિટેનેશ અને લોક જો પણ કહે છે.
→ આ રોગ બેક્ટેરિયાના કારણે થાય છે.
→ આ રોગ મુખ્ય કલોસ્ટ્રિડિયમ ટીટેની નામના બેકટેરિયાથી થાય છે.
→ આ રોગના બેકટેરિયા શરીરના જ્ઞાનતંતુઓ ઉપર થાય છે.
→ પેરા થાઈરોડ ગ્રંથીને અસર કરે છે.
→ નવજાત શિશુઓમાં જોવા મળે તેને નીઓનેટેલ ટીટેનસ કહે છે.
→ કમર અને ગરદનનો બધો જ ભાગ અકડાઈ જાય તો તેને ઓપીસ્ફોટોનસ કહેવામાં આવે છે.
લક્ષણો
→ બાળક તેની માતાનું સરખુ ધાવણ ન ધાવી શકે. તેને ટ્રાઈટસ પણ કહેવાય છે.
→ આ રોગ મુખ્યત્વે જુલાઈ/ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોવા મળે છે.
→ પ્રથમ બે દિવસ નવજાત શિશુનું સતત રડવું
→ નવજાત શિશુના ગળાના પાછલા ભાગમાં સ્ટીકનેસ (કડક થઈ જવું) વગેરે લક્ષણો જોવા મળે છે.
→ શ્વસનતંત્રના સ્નાયુઓ અને બે પાંસળી વચ્ચે રહેલ ઉદરપટલ કડક થઈ જાય જેથી શ્વાસોચ્છશ્વાસમાં અવરોધ ઉભો થાય તો ધનુરથી મૃત્યુ થઈ શકે છે.
ઉદભવ અવધિ
→ 10 દિવસ
ફેલાવો
→ બાળકના જન્મસમયે નાની નાળને સરખી રીતે સ્ટરીલાઈઝ કર્યા વિના કાપી હોય.
→ આ રોગના બેકટેરિયા ધૂળમાં, પ્રાણીના મળમાં હોય છે. અને જો તે મનુષ્યની કપાય ગયેલ ત્વચાના સંપર્કમાં આવે તો થઈ શકે છે.
.M
સારવાર
→ પેનિસિલીન
→ ATS(એન્ટિ ટીટેનસ સિરમ)
→ TIG (ટીટેનસ ઈમ્યુન ગ્લોબ્યુનિલ)
→ વાગેલા ઘાને બરાબર સાફ કરવો
→ અમુક કેસમાં સર્જીકલ સારવાર પણ કરવામાં આવે છે.
નિદાન
→ TDના ઈન્જેકશન લેવા
→ જો અગાઉ સુવાવડ દરમિયાન ધનુરની રસી (TT) લીધેલી હોય અને પછીની સુવાવડ 3 વર્ષની અંદર હોય તો તે વખતે ધનુરની રસીનો એક જ ડોઝ (બુસ્ટર ડોઝ) આપવામાં આવે છે.
→ પ્રાથમિક ટીકારણ અન્વયે બાળકને 6, 10, 14 અઠવાડિયાની (1.5, 2.5, 3.5 મહિના) ઉંમરે ત્રિગુણી રસીના એક-એક ડોઝ અને 16-24 મહિનામાં (1.5, 2 વર્ષ) બુસ્ટરડોઝ આપવામાં આવે છે.
→ TDની રસી કોલ્ડ સેન્ટીવ રસી હોય છે. (ઠંડી પ્રત્યે સંવેદનશીલ) હોય છે.
→ બાળકોને ઈન્જેક્શન એન્ટિ ટોક્ષિન હીટરોલોગસ સીરમ 750 IU જન્મતાની સાથે જે 6 કલાકમાં આપવી જોઈએ.
→ 3-5 વર્ષ અથવા નિશાળે જતી 1 વર્ષ બુસ્ટર ડોઝ આપવો
→ 10 થી 16 વર્ષની ઉંમર 1 પૂરક ડોઝ T.T આપવો
→ ગર્ભપાત દરમિયાન હ્યુમન ટીટેનસ હાઈપર ઈમ્યુનોગ્લોબીન 250 થી 500 IU માત્રામાં આપવું જોઈએ જો તે ઉપલબ્ધ ન હોય તો તે ઘોડાના લોહીમાંથી તૈયાર કરેલ સીરમ(એન્ટિ ટેનિકસીરમ)નો ઉપયોગ કરવામાં આવે છે.
→ MCH-RCH કાર્યક્રમ હેઠળ પ્રાથમિક શિક્ષણ દ્વારા DDK (ડિસ્પોઝેબલ ડીલીવરી કીટ) આપવામાં આવે છે.
0 Comments