Ad Code

પોલીસ સંભારણા દિવસ Police Commemoration Day

પોલીસ સંભારણા દિવસ
પોલીસ સંભારણા દિવસ

→ દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ (Police Commemoration Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ આ દિવસે દેશની આંતરિક સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

→ આ દિવસ ઉજવવા પાછળ CRPF (Central Reserve Police Force)ના જવાનોનો બહાદુરીનો કિસ્સો જાણીતો છે.

→ 21 ઓક્ટોબર, 1959ના રોજ લદ્દાખમાં ભારત-તિબેટ સરહદની સુરક્ષા માટે CRPF જવાનોની ટુકડી તૈનાત હતી, ત્યારે અચાનક ચીની સૈનિકોએ આક્રમણ કરતા ત્યાં ફરજ બજાવી રહેલા જવાનોએ બહાદુરીથી તેમનો સામનો કર્યો હતો. જેમાં માતૃભૂમિની રક્ષા કરતા 10 જવાનો વીરગતિ પામ્યા હતાં. આ બલિદાનની યાદમાં કેન્દ્રીય પોલીસ વિભાગ અને તમામ રાજ્યોના પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભારણા દિવસ ઉજવવામાં આવે છે.

→ જાન્યુઆરી, 1960માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ નિરિક્ષકોની વાર્ષિક પરિષદમાં 21 ઓક્ટોબરને બહાદુર CRPF જવાનોની યાદમાં પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ષ 1960માં આ દિવસની સૌપ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી.

→ દેશની આંતરિક સુરક્ષાને મજબૂત રાખવા દેશના તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ ખડે પગે રહી ફરજ બજાવતા હોય છે.

→ ખૂંખાર ગુનેગારો, આતંકીઓ, નકસલવાદીઓ સાથેની અથડામણ કે ફરજના ભાગરૂપે જુદી જુદી ઘટનાઓમાં પોલીસ જવાનો શહીદ થાય છે.

→ CRPFની સ્થાપના વર્ષ 1939માં કરવામાં આવી હતી. જે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, જેનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલું છે.

→ CRPFની મુખ્ય ભૂમિકા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે લડવામાં પોલીસ કામગીરીમાં સહાય કરે છે.

→ 239 બટાલીયનો અને અન્ય વિવિધ ઉપક્રમો સાથે CRPF ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે.

→ BSF (Border Security Force), CRPF (Central Reserve Police Force), ITBP (Indo-Tibetan Border Police), CISF (Central Industrial Security Force) અને Assam Rifles જેવાં લશ્કરી-અર્ધલશ્કરી દળો જુદા જુદા રાજ્યની સિવિલ પોલીસ સાથે મળીને દેશની આંતરિક અને સરહદની સુરક્ષાની જવાબદારી નિભાવે છે.

→ પોલીસ જવાનો પારિવારિક અથવા સામાજિક જવાબદારીની સાથે ગંભીર ગુનાઓ જેવા કે માદક દ્રવ્યોની હેરફેર, સાઇબર ક્રાઇમ, માનવ હેરફેર, આર્થિક અપરાધો સામે લડત આપી સફળતાપૂર્વક ગુનાઓનો ઉકેલ લાવવાની કામગીરી તેમજ ટ્રાફિકની સમસ્યાઓ, મહિલા અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓને ડામવા, કોવિડ - 19 વૈશ્વિક મહામારી તથા પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓમાં દેશના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી બજાવીને દેશને સુરક્ષિત અને શાંતિમય વાતાવરણ પૂરું પાડે છે.

→ દેશની આઝાદી બાદ 36,000થી વધુ પોલીસ વીર જવાનોએ દેશની રક્ષા અને દેશના નાગરિકોની સુરક્ષા તથા સલામતી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.

→ ડિસેમ્બર, 2019માં ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુના હસ્તે ગુજરાત પોલીસની ગુણવત્તાયુક્ત સેવા અને સુવિધા પૂરી પાડવાની મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે રાષ્ટ્રપતિ સન્માન પ્રેસિડેન્ટ કલર્સ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણવામાં આવે છે.

→ દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા બાદ ગુજરાત પ્રેસિડેન્ટ્સ ક્લર્સ સન્માન મેળવનારું દેશનું 7મું રાજય બન્યું હતું.

→ ગુજરાત પોલીસને નવો ધ્વજ, લોગો અને એક એન્થમ મળ્યું હતું. આ એન્થમ શંકર મહાદેવન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

→ નવા લોગોમાં બ્લ્યુ રંગના અંદર ત્રણ સિંહની મુખાકૃતિ, અશોક ચક્રના ચિંહને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ અંગ્રેજી મૂળાક્ષરોમાં લખ્યું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments