→ તેઓ લંડન બારની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાવાળા દેશના પ્રથમ મહિલા
→ તેમણે વર્ષ 1959માં વકીલાતની શરૂઆત કોલકાતા ખાતેથી કરી હતી.
→ તેઓ વર્ષ 1978માં દિલ્હી હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને વર્ષ 1991માં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યાં હતાં.
→ તેમણે મહિલાઓ સાથેના ભેદભાવ, સંયુકત કુટુંબમાં પુત્રીઓને પિતાની સંપત્તિનો સમાન હિસ્સેદાર બનાવવાની અને પોલીસ કસ્ટડીમાં રાજન પીલાઇના મૃત્યુની તપાસ જેવા કેસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
→ તેઓ વર્ષ 1998 થી 2000 સુધી ભારતના કાયદાપંચના સભ્ય પદે રહ્યાં હતાં અને હિન્દુ સશકિતકરણ અધિનિયમમાં સુધારો કર્યો હતો જે હેઠળ સંયુકત કુટુંબની પુત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો હતો.
→ વર્ષ 2003માં તેમનાં જીવનચરિત્ર ઓન બેલેંસનું પેન્ગુઇન ઇન્ડિયા દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું હતું.
→ તેમણે વર્ષ 2010માં વી ધ ચિલ્ડ્રન ઓફ ઈન્ડિયા નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક બાળકોને ભારતીય બંધારણની પ્રસ્તાવના સમજાવે છે.
→ લીલાબેન શેઠ વર્ષ 2012માં દિલ્હી ગેંગરેપ કેસ બાદ ભારતમાં બળાત્કારને લગતાં કાયદાઓના પુન:અધ્યયન માટે યોજાયેલ જસ્ટિસ જે. એસ. વર્મા સમિતિના સભ્ય હતા.
→ તેમણે વર્ષ 2014માં ટોકિંગ ઓફ જસ્ટિસ : પીપલ્સ રાઇટ્સ ઇન મોર્ડન ઈન્ડિયા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે તેમની લાંબી કાનૂની સફરમાં કામ કરેલા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી.
0 Comments