→ દર વર્ષે 24 થી 30 ઓક્ટોબર દરમિયાન નિ:શસ્ત્રીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
→ પરમાણુ હથિયારોને ઓછા કરવા, સીમિત કરવા અથવા સમાપ્ત કરવા તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સ્થાપવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્થાપના દિવસ 24 ઓક્ટોબરથી એક સપ્તાહ માટે નિઃશસ્ત્રીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
→ વર્ષ 1978માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા નિઃશસ્ત્રીકરણ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
→ વર્ષ 1995માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બધા જ રાષ્ટ્રોની સરકારોને અને બિનસરકારી સંગઠનો (NGOs)ને નિ:શસ્ત્રીકરણના મુદ્દાઓની જનતામાં સમજણ વિક્સાવવા નિ:શસ્ત્રીકરણ સપ્તાહની ઉજવણીમાં ભાગીદાર થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
→ નિઃશસ્ત્રીકરણ વડે રાજનીતિક વાતચીત દ્વારા ગંભીર તણાવ અને ખતરાઓને રોકી દુનિયાનો સામૂહિક વિનાશ તથા સાઇબર યુદ્ધ જેવાં ખતરાઓ, ટાળી શકાય છે. વિશેષ રૂપથી પરમાણુ હથિયારોનું નિયંત્રણ અને સશસ્ત્ર સંઘર્ષોનું નિવારણ પણ લાવી શકાય છે.
→ વર્ષ 1968માં પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન અને પરીક્ષણો અટકાવવા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા પરમાણુ બિનપ્રસાર સંધિ (નોન- પ્રોલિફેરેશન ટ્રીટી-NPT) તૈયાર કરવામાં આવી હતી. જે માર્ચ, 1970માં લાગુ થઇ હતી. આ સંધિ પર ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને દક્ષિણ સુદાને સહી કરી નથી.
→ ભારત બંધારણીય રીતે સંપ્રભુત્વ દેશ છે તથા આઝાદી બાદના શરૂઆતના દાયકાઓમાં જ ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ ચૂક્યું હતું. મજબૂત સંરક્ષણ વ્યવસ્થા માટે તેમજ દેશની અંખડિતતા જાળવવા પરમાણુ હથિયારોનો વિકાસ ભારત માટે જરૂરી છે. આથી ભારતે NPT પર સહી કરી નથી.
→ નોંધ : ભારતે પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ 18 મે, 1974માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના સલાહકાર ડો. રાજા રમન્નાના નેતૃત્વમાં પોખરણ ખાતે કર્યુ હતું. આ દિવસે બુદ્ધજયંતી હોવાથી તેને ઓપરેશન સ્માઇલીંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું.
→ ભારતે બીજું સફળ પરીક્ષણ 11-13 મે, 1998 દરમિયાન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને તેમના સલાહકાર ડો. અબ્દુલ કલામના નેતૃત્વમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યું હતું. જેને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ને રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
0 Comments