મધુબની ચિત્રકળા | Madhubani art


મધુબની ચિત્રકળા

→ આ ચિત્રકલા મૂળ બિહારના મિથિલા ક્ષેત્રમાં ઉદ્દભવી. તે પ્રાચીન અને સૌથી પ્રખ્યાત ભારતીય કલા સ્વરૂપોમાંની એક છે. જે નેપાળમાં પણ જોવા મળે છે.

→ બિહારના મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને મધુબની જિલ્લાઓની મહિલાઓની લોક-ચિત્રકલા. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે આ કલાનું સર્જન કરતી આવી છે.

→ ભારતીય મહાકાવ્ય, રામાયણમાં પણ મધુબની કળાના નિશાન નોંધવામાં આવ્યા છે.

→ ‘રામાયણ’, ‘મહાભારત’ના પ્રસંગો, કૃષ્ણની રાસલીલા, દુર્ગા, વાઘ, પનિહારીઓ તથા આધુનિક જમાનાના રેલવે, મોટરકાર, ઊડતાં વિમાન જેવા વિષયોનું તેમાં આલેખન થાય છે.

→ તે મિથિલા અથવા મધુબની કળા તરીકે પણ ઓળખાય છે.

→ આ ચિત્રો તેમના જનજાતિ સમૂહોના પ્રતિકો અને તેજસ્વી રંગના ઉપયોગને કારણે લોકપ્રિય છે.

→ પરંપરાગત રીતે ગામની મહિલાઓએ તેમની લાગણીઓ, આશાઓ અને વિચારોના નિદર્શન રૂપે આ ચિત્રોને તેમના રહેઠાણની દિવાલો પર દોર્યા હતા.હાલ તેમાં પુરુષો પણ સામેલ થયા છે.

→ તેમાં ભૌમિતિક આકૃતિઓ, પુષ્પ, પ્રાણી અને પક્ષી સામેલ છે.

→ રંગો: ચિત્રોમાં ઉપયોગમાં લેવાતા રંગોમાં છોડ અને અન્ય કુદરતી સ્રોતોના કુદરતી અર્કનો સમાવેશ થાય છે. દા.ત.: કાળો રંગ ગાયના છાણમાં મિશ્રિત કરીને, ચોખામાંથી સફેદ રંગ ; પલાશ ફૂલોથી નારંગી વગેરે.

→ વાદળી, રાણી (ઘેરો ગુલાબી), પોપટી, પીળો અને કાળો એ મુખ્ય રંગો છે. વડના દૂધમાં હળદર મિશ્ર કરી પીળો રંગ બનાવાતો. કંકુમાં દૂધ મેળવી લાલ, ગુલાબી ફૂલોને વાટીને ગુલાબી, કોલસામાંથી કાળો અને ગળીમાંથી વાદળી-ભૂરો એમ રંગો બનાવાતા. 1968 પછી તૈયાર બજારુ રંગોનું ચલણ શરૂ થયું.

→ ખાલી જગ્યા બાકી ન રહે તે અનુસાર રંગો ભરવામાં આવે છે.

→ આ ચિત્રો આધુનિક પીંછીઓથી ન કરતા આંગળીઓ, માચિસની સળી વગેરેથી કરવામાં આવે છે.

→ જોકે હવે કલાકારો પીંછીઓ અને કૃત્રિમ રંગોનો પણ ઉપયોગ કરે છે.

→ વિષયવસ્તુ: તે પૌરાણિક પાત્રો પર આધારીત છે. જે કૃષ્ણ, રામ, લક્ષ્મી, શિવ, દુર્ગા અને સરસ્વતી જેવા હિન્દુ દેવી- દેવતાના જીવનનું નિરૂપણ કરે છે.

→ મોટાભાગે દોરવામાં આવેલી તુલસીનો છોડ,અદાલતનું ચિત્ર, લગ્નના દ્રશ્યો, સામાજિક ઘટનાઓ વગેરે આધારીત ચિત્રો હોય છે.

→ મધુબની ચિત્રકલાને સૌપ્રથમ પ્રસિદ્ધિ મળી તે ડબ્લ્યૂ. જી. આર્થર નામના વિદેશીને હાથે 1950ની આસપાસ. આ પછી 1968માં અહીં દુકાળ પડેલો એ પ્રસંગે ‘ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચર હેરિટેજ’(INTACH)નાં સ્થાપક અધ્યક્ષ શ્રીમતી પુપુલ જયકરે આ વિસ્તારની મુલાકાત લીધેલી અને મહિલાઓને રોજગારી મળે તે હેતુથી જયકરે તેમને કાગળ પર ચિત્રો ચીતરવાના કાર્યમાં પ્રવૃત્ત કરી. આ ચિત્રોનું દેશ-વિદેશમાં પ્રદર્શન અને વેચાણ થયું. આમ સ્ત્રીઓ કમાતી થઈ. મધુબની ચિત્રકારોમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલાં ગંગાદેવી મોખરાનું સ્થાન ધરાવે છે. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા, પટણા ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’, ‘કદમ્બવૃક્ષ પર કૃષ્ણની રમત’, ‘નાગદમન’, ‘બકાસુરવધ’, ‘જીવનચક્ર’ અને ‘બ્રુક્લિનબ્રિજ’ એ તેમનાં વિશ્વવિખ્યાત ચિત્રો છે.

→ ગંગાદેવીનું પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments