→ જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ.
→ હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું.
→ માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો.
→ માણસા રાજ્ય દર દશ વર્ષે મહેસૂલની આકરણી કરતું હતું.
→ મહેસૂલમાં બે થી અઢી ગણો વધારો ઈ.સ. 1937માં કર્યો હતો.
→ રાજા લોકોને વેઠ પણ કરાવતા હતા તથા વિવિધ વેરાઓ પણ હતા.
→ તેથી લોકોએ મહેસૂલ ભરવા ના પાડી અને અસહકારની ચળવળમાં જોડાયા.
→ બળજબરીથી મહેસૂલ વસુલાતી તેથી લોકો હેરાન થઈને વડોદરા રાજયના મકાખાડ સ્ટેશને હિજરત કરીને વસવાટ કર્યો હતો.
→ દસક્રોઈ તાલુકા કોંગ્રેસ સમિતિને તેની ફરિયાદ કરતાં રવિશંકર મહરાજ દ્વારા તપાસ હાથ ધરાઇ અને લોકોની ફરિયાદમાં તથ્ય જણાતા 'ભાગબટાઈ પદ્ધતિ' દાખલ કરવા અથવા મહેસૂલ ઘટાડવા જણાવ્યુ.
→ પરંતુ માણસા રાજયના દિવાન ગિરધરલાલે તેનો ઈન્કાર કર્યો, એટલું જ નહિ પણ જપ્તિ, દંડ કે મારઝુડ પણ કરી.
→ જાન્યુઆરી, 1938 થી લોકોએ અસહકારની લડત શરૂ કરી.
→ સાદરા પોલિટિકલએંજટે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું અને મહેસૂલમાં ઘટાડો કરવામાં આવ્યો.
→ ખેડૂતો ઉપરના ગેરવાજબી કરવેરા નાબૂદ થયા અને મહેસૂલનો દર વડોદરા રાજ્ય અનુસાર ઠરાવવામાં આવ્યો.
0 Comments