World Zoonoses Day | વિશ્વ ઝૂનોસિસ દિવસ


વિશ્વ ઝૂનોસિસ દિવસ

→ વિશ્વ ઝૂનોસિસ દિવસ દર વર્ષે 6 જુલાઈએ ઉજવવામાં આવે છે.

→ દર વર્ષે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઝૂનોટિક રોગો વિશે જાગૃતિ લાવવાના હેતુ સાથે મનાવવામાં આવે છે.

→ 6 જુલાઈ 1985ના દિવસે પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને વૈજ્ઞાનિક લુઈ પાશ્ચર (Louis Pasteur) દ્વારા પહેલીવાર સફળ હડકવાની રસીની(Rabies vaccine) શોધ કરવામાં આવી હતી. તેમની ઉપલબ્ધીના માનમાં વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે.

→ ઈન્ફલ્યુએન્ઝા, ઈબોલા અને વેસ્ટ નાઈલ વાયરસ જેવા ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદગારીમાં દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે.

→ રોગગ્રસ્ત પશુઓ અને મનુષ્યોથી સ્વસ્થ પશુઓ અને મનુષ્યોમાં ફેલાવાના સંચારી રોગોને અંગ્રેજીમાં ઝૂનોસિસ કહેવાય છે. આને જનિત અથવા પશુજન્ય રોગ પણ કહેવામાં આવે છે.

→ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, ઝૂનોટિક રોગનું પ્રસારણ પ્રાણીઓના સંપર્ક દ્વારા ફેલાય છે, જેમ કે માંસ અથવા પ્રાણી ઉત્પાદનોના વપરાશ દ્વારા.

→ ઝૂનોટિક રોગો વાયરસ, પરોપજીવી, બેક્ટેરિયા અને ફૂગના કારણે થાય છે.

→ ઝૂનોસિસના કેટલાક ઉદાહરણ : ટ્યુબરક્યુલોસીસ , ઈબોલા, વેસ્ટ નાઈલ વાયરસ, ઝિકા વાયરસ, COVID-19 વગરે


Theme

→ "One World, One Health: Prevent Zoonoses"



Post a Comment

0 Comments