→ તેઓ બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તેમણે દસ્તાવેજી ફિલ્મના લેખક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ એકાંકી પણ લખતા અને ભજવતા હતા.
→ વર્ષ 1960માં ભારતમાં લોકો એનિમેશન-કાટૂર્ન ફિલ્મ વિશે સરખું જાણતા ન હતા ત્યારે સરકારે તેમને વોલ્ટ ડિઝની સ્ટુડિયો અને નેશનલ ફિલ્મ બોર્ડ ઓફ કેનેડામાં એક વર્ષ અભ્યાસ માટે મોકલ્યા હતા.
→ તેઓ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રથી પ્રભાવિત થઈ હિન્દીમાં સરસ્વતીચંદ્ર (1968) અને ગુજરાતીમાં ગુણસુંદરીનો ઘરસંસાર (1972) નામે ફિલ્મ બનાવી હતી.
→ ગુજરાતી અને હિન્દી સિનેમાની જાણીતી સંગીત જોડી કલ્યાણજી-આનંદજીએ સરસ્વતીચંદ્ર ફિલ્મમાં સંગીત આપ્યું હતું તેમજ તે સમયની જાણીતી અભિનેત્રી નુતને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
→ તેમની પ્રખ્યાત હિન્દી ફિલ્મોમાં સરસ્વતીચંદ્ર (1968), અંગારે (1975) અને સજ્જો રાની (1976)નો સમાવેશ થાય છે.
→ તેમની પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં કરો કંકુના (1980) અને માણસાઇના દીવા (1984)નો સમાવેશ થાય છે. તેમને ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસાર માટે બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
→ તેમણે ફિલ્મ જ્ગતમાં ઓછી પરંતુ શ્રેષ્ઠ ફિલ્મ આપી છે.
0 Comments