શ્યામ સાધુ | Shyam Sadhu


શ્યામ સાધુ

→ જન્મ : 15 જૂન, 1941 (જૂનાગઢ)

→ અવસાન : 16 ડિસેમ્બર, 2001

→ પત્ની : શાંતાબહેન

→ ઉપનામ : શ્યામ શાધૂ

→ પૂરું નામ : શામળદાસ મૂળદાસ સોલંકી

→ માતા: દેવુબાઇ

→ ગઝલકાર શ્યામ સાધુ જૂનાગઢ નગરપાલિકાના સભ્ય તથા શિક્ષણ સમિતિના ચેરમેન પદે રહ્યાં હતા.


કાવ્યસંગ્રહ

→ યાયાવહી (પ્રથમ ગઝલ સંગ્રહ-1973)

→ થોડા બીજા ઇન્દ્રધનુષ્ય (1987)

→ આત્મકથાનાં પાનાં (1991) અને

→ સાંજ ઢળી ગઈ(2002) એ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

→ વર્ષ 2009 ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે.


શ્યામ સાધુ રચિત ગઝલો

→ બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળા હળી ગયાં

→ સહુ પવનની જેમ તો આવી મળે.
વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ

→ આજેય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.

→ અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ,
ધણ તેજ તિમિરનું છૂટ્યું છે દરવાજો ખોલ!

→ આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે,
તેં ય દીવાનાને દર્પણ દઈ દીધું છે.

→ ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી થરથર્યા કરું.

→ ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

→ ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયા.

→ પથ્થરો બોલે તો બોલાવી જુઓ
શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ.

→ સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!

→મણકા સમી જ એને વિખેરી શકાય છે,
ઇચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે!

→ તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.

→ ટેવના દરિયા તો લીલાછમ ભર્યા છે,
તોય કારણનાં હરણ તરસે મર્યાં છે.



Post a Comment

0 Comments