Vijay Villas Palace | વિજય વિલાસ પેલેસ
વિજય વિલાસ પેલેસ
→ વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે.
→ આ પેલેસ માંડવી ખાતે રૂકમાવતી નદીના કિનારે આવેલો છે.
→ ઈ.સ. 1920માં શરૂ થયેલું આ પેલેસનું બાંધકામ ઈ.સ 1929માં પૂર્ણ થયું હતું.
→ તત્કાલીન મહારાજા વિજયરાજજીએ પેલેસ બંધાવ્યો હતો.
→ કચ્છની શાન ગણાતો આ પેલેસ જયપુરના કારીગરો દ્વારા નિર્મિત રાજપૂત સ્થાપત્ય શૈલીમાં જોવા મળે છે.
→ લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે.
0 Comments