→ દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પેપિલિયોનૉઇડીની એક વનસ્પતિ.
→ તેનું વૈજ્ઞાનિક નામ Dalbergia sissoo
→ તેનું શાસ્ત્રીય નામ 'ડાલ બર્ગીયા કીટિફોલિયા' કે 'ઍમેરીમોનોન લેટિફોલિયમ' છે.
→ આ સિવાય સીસમનું લાકડું અંગ્રેજીમાં બ્લેકવુડ (blackwood), બોમ્બે વુડ (Bombay blackwood), રોસવુડ (rosewood), રોસેટા રોસવુડ(Roseta rosewood), ઈસ્ટ ઈંદિયન રોસવુડ (East Indian rosewood),બ્લેકરોસવુડ (black rosewood), ઈંડિયન પેલીસેન્ડ્રે (Indian palisandre) અને જાવા પેલીસેન્ડ્રે (Java palisandre) જેવા નામોથી પણ ઓળખાય છે.
→ અન્ય ભારતીય ભાષાઓમાં આને બીટે અને સીત્સલ કહે છે.
સીસમ (Dalbergia sissoo)
→ સીસુ ઉપહિમાલયી માર્ગમાં રાવીથી આસામ સુધી 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે આ પ્રદેશમાં નદીકિનારે આવેલાં જલોઢ (alluvial) જંગલોમાં વિપુલ પ્રમાણમાં ઊગે છે.
→ પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામમાં તે પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.
→ આ વૃક્ષ ઉપહિમાલયના ક્ષેત્રમાં રાવી નદીથી આસામ સુધી 1500 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે.
→ સીસમમાંથી ફર્નિચર, પલંગના પાયા, હીંચકા, ખુરશી, હથોડીઓ, બૂટની એડીઓ, હૂકાની નળીઓ, ચલમો વગેરે બનાવાય છે.
→ સીસુને બાલવૃક્ષ (sapling) કે વૃક્ષક (pole) અવસ્થામાં Fusarium vasinifectam દ્વારા સુકારાનો રોગ લાગુ પડે છે.
→ વૃક્ષની વિકસિત અવસ્થામાં Ganoderma lucidum દ્વારા મૂળનો રોગ અને પશ્ર્ચ ક્ષય(die back)નો રોગ અને Polyporus gilvas દ્વારા પ્રકાંડના કૅન્કર(canker)નો રોગ લાગુ પડે છે.
→ આયુર્વેદ અનુસાર ધોળું સીસમ કડવું, શીત, વર્ણકર અને રુચિકર હોય છે. તે પિત્ત, દાહ, સોજો અને વિસર્પનો નાશ કરે છે. કપિલ સીસમ કડવું, શીતવીર્ય, વર્ણકર, બળકર, ઉષ્ણ અને રુચિકર હોય છે. તે શ્રમ, વાયુ, પિત્ત, જ્વર, ઊલટી, સોજા, હેડકી, વિસર્પ અને દાહનો નાશ કરે છે.
→ કાળું સીસમ અગ્નિદીપક, કડવું, તીખું, ઉષ્ણ અને તૂરું છે અને કફ, વાયુ, શોફ, અતિસાર, સર્વ પ્રકારના કોઢ, મેદ, કૃમિ, બસ્તીરોગ, ઊલટી, ગર્ભદોષ, ત્રિદોષ, મેહ, પીનસ, વ્રણ રક્તદોષ અને અર્જીણનો નાશ કરે છે. પ્રમેહ ઉપર સીસમનાં પર્ણોનો રસ જીરાની ભૂકીમાં નાખી પાવામાં આવે છે. વાસાપ્રમેહ ઉપર કાળા સીસમની છાલનો કાઢો પાવામાં આવે છે.
→ ભારતીય જંગન કાયદો, ૧૯૨૭ અનુસાર જંગલમાંથી સીસમના લાકડાની નિકાસ કરવા પર પ્રતિબંધ છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇