→ વડોદરા ખાતે 1912માં ભરાયેલ ચોથી ગુજરાતી સાહિત્યપરિષદના તેઓ પ્રમુખ હતા.
→ રણછોડભાઈએ અમદાવાદમાં વિદ્યાભ્યાસક સભાના મંત્રી તરીકે તેમજ ધર્મસભા અને તેના મુખપત્ર ‘ધર્મપ્રકાશ’ના સંચાલક તરીકે કામ કર્યું.
→ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે પણ કેટલોક સમય કામગીરી બજાવી હતી.
→ તેમને વર્ષ 1915માં બ્રિટીશ સરકાર દ્વારા "દીવાન બહાદુર" નો ખિતાબ પ્રાપ્ત થયો હતો.
→ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક દલપતરામ રચિત લક્ષ્મીને ગણવામાં આવે છે. પરંતુ લક્ષણોની દ્રષ્ટિએ અમૂક વિદ્વાનો રણછોડભાઈ દવેના ગુલાબ ને ગણે છે.
→ તેમણે બહુભાષી ભારત માટે સમાન લિપિ હોવી જોઇએ એવી હિમાયત કરી હતી.
→ તેઓએ લલિતા દુઃખદર્શક નાટક આપ્યું હતું જે ગુજરાતી ભાષાની પ્રથમ કરૂણાંતિકા છે. જેને વિકટોરિયા થિયેટરમાં 1200 જેટલા આમંત્રિતોની સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત થયેલી હતી.
→ તેમને કચ્છ નરેશ મહરાજ\ધિરાજ મહારાવશ્રી ખેંગાર સવાઇ બહાદૂર પહેલાના હુઝુર આસિસ્ટન્ટનું પદ મળ્યું હતું.
→ નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી તેમણે પિંગળ અંગેનું સર્વગ્રાહી કાર્ય કર્યુ હતું, તેમણે છંદના શાસ્ત્રીય બંધારણને તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ ‘રણપિંગળ’ ભાગ : 1 (1902), ભાગ : 2 (1905), ભાગ : 3 (1907) ની રચના કરી હતી જેના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમજ તેના પેટા વિભાગોની ચર્ચા છે, બીજા ભાગમાં છંદોનું ગણિત અને ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ગીતરચના અને ફારસી કવિતા રચના સંબંધિત છે.
→ તેમના હરિશ્ચંદ્ર નામના નાટકની ગાંધીજીએ પ્રશંસા કરી હતી.
→ જયકુમારી વિજય નાટકે રણછોડભાઈને ગુજરાતી નાટ્ય સાહિત્યનાં પિતાનું સ્થાન અપાવ્યું. તેમણે 14 જેટલા નાટકો લખ્યા હતા.
→ ‘લલિતાદુ:ખદર્શક’ એ ગુજરાતી ભાષાનું પહેલું કરુણાન્ત નાટક છે.
નિબંધ
→ આરોગ્યતાસૂચક (1859)
→ કુલ વિશે નિબંધ (1867)
→ ‘નાટ્યપ્રકાશ’ (1890)
પ્રકીર્ણ
→ ‘સંતોષસુરતરુ’ (1866)
→ ‘પ્રાસ્તાવિક કથાસંગ્રહ’ (1866)
→ ‘પાદશાહી રાજનીતિ’ (1890)
વાણિજ્યવિષયક ગ્રંથો
→ ‘યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર’ [ભાગ : 1, 3, 4 (1916), ભાગ : 2 (1915), ભાગ : 5 (1918)]
→
ઇતિહાસ
→ કચ્છ દેશનો ઇતિહાસ
→ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીની સ્થાપનાની યોજના બનાવી. બંનેએ મળીને કેટલાક હિંદુ ‘વિદ્વાન અને સુધારાવાળા’ ધનાઢ્ય ગૃહસ્થોની વ્યવસ્થાપક મંડળી રચીને, નાટક ઉત્તેજક મંડળી સ્થાપી (1875). તેમાં રણછોડભાઈનું ‘હરિશ્ચંદ્ર’ નાટક પ્રથમ ભજવાયું. બીજું નાટક ‘નળ-દમયંતી’ પણ રણછોડભાઈનું જ લખેલું હતું.
0 Comments