→ ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની.
→ સમગ્ર દેશમાં 13 એપ્રિલને જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે.
→ માર્ચ 1919માં પસાર થયેલ રોલેટ એક્ટના વિરોધમાં દેશભરમાં ઉગ્ર દેખાવો થયા હતા.
→ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી હતી,પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રૉલેટ કાયદો 21 માર્ચ 1919ના પસાર કર્યો હતો.
→ મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ ભારતમાં રોલેટ એકટના વિરોધમાં દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી હતી. 6 એપ્રિલ, 1919ના રોજ આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હોવાથી આ દિવસને રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.
→ અમૃતસરમાં પરિસ્થિતિ અંકુશ બહાર જતી જોઈ અંગ્રેજો દ્વારા શહેરને લશ્કરને હવાલે કરી માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો.
→ 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરમાંથી લોકપ્રિય નેતા ડો. સત્યપાલ અને ડો. શેફુદ્દીન કિચલૂની ધરપકડ કરવામાં આવી હતી.
→ આ ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ, 1919 વૈશાખી (પાક લણણીનો દિવસ)ના રોજ અમૃતસર શહેર અને તેની આસપાસના ગામોમાંથી લોકો સાંજે જલિયાવાલા બાગમાં એક સભામાં એકઠાં થયાં હતાં. આ લોકો માર્શલ લો થી અજાણ હતા.
→ અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરને સભા અંગેની જાણ થતાં તે લશ્કર સાથે જલિયાવાલા બાગ પહોંયી ગયા હતાં. તેમણે પૂર્વ ચેતવણી આપ્યા વિના સૈનિકોને એકઠા થયેલા લોકો ઉપર ગોળીબાર કરવાનો હુકમ કર્યો હતો.
→ જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર નામનો અંગ્રેજ અફસર આ સભામાં અચાનક જ આવી ચડ્યો હતો અને તેણે ઉપસ્થિત ભીડ પર પંજાબના તત્કાલીન ગવર્નર સર માઇકલ ઓ’ડાયરના હુકમથી ગોળીઓ ચલાવી હતી.
→ જલિયાવાલા બાગમાં આવવા-જવા માટેનું માત્ર એક જ સાંકડુ દ્વાર હતું તેમજ ફરતે ઊંચી દીવાલો હતી. પ્રવેશદ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો હતો. સતત 10 મિનિટ સુધી ચાલેલા આ ગોળીબારમાં લગભગ 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા અને આ ગોળીબારમાં સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ થયા
→ જલિયાવાલા બાગ હત્યાકાંડનો સમગ્ર ભારતના જનમાનસ પર અંગ્રેજો વિરુદ્ધ ઊંડો પ્રભાવ પડ્યો હતો.
હંટર કમિશન
→ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુએ વર્ષ 1919ના અંતમાં જનરલ ડાયરના અમાનવીય કૃત્યની તપાસ માટે સર હંટરની અધ્યક્ષતા હેઠળ કુલ 7 સભ્યોની સમિતિ રચી હતી. જેમાં 4 બ્રિટિશરો જનરલ અને 3 ભારતીયો (ચીમનલાલ શેતલવાડ, સાહિબજાદા સુલતાન અહમદ, જગત નારાયણ) હતા.
→ આ કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતામાં થયેલી ભૂલ ગણાવી હતી.
→ હંટર કમિશનના અહેવાલના આધારે 379 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘાયલ થયા હતા. જ્યારે વાસ્તવિકતા કંઇક અલગ જ હતી.
મદનમોહન માલવિયા સમિતિ
→ જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે કોંગ્રેસે મદનમોહન માલવિયાની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યુ હતું. જેમાં મોતીલાલ નેહરુ, ગાંધીજી, સી. આર. દાસ સભ્ય હતા.
→ આ રીપોર્ટમાં જનરલ ડાયરની નિંદા કરવામાં આવી.
→ સરકારને દોષી લોકોની 6 વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે તેની ઉપર ધ્યાન ન આપ્યું
ભારતમાં વિરોધ
→ જલિયાવાલા બાગ હત્યાકાંડના દેશભરમાં પ્રત્યાઘાતો થયા હતા. આ બનાવથી ગાંધીજીનો બ્રિટિશ શાસન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. આ ઘટનાનો વિરોધ કરવા ગાંધીજીએ બ્રિટિશ સરકાર દ્વારા અપાયેલો કેશર-એ-હિન્દ ઇલકાબ પરત કર્યો હતો.
→ જ્યારે રવીન્દ્રનાથ ટાગોરે બ્રિટિશ સરકાર તરફથી મળેલા નાઇટહુડનો ખિતાબ પરત કર્યો હતો અને સર શંકરન નાયરે વાઇસરોયની કારોબારીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમજ જમનાલાલ બજાજે રાયબહાદુરની ઉપાધિનો ત્યાગ કર્યો હતો.
→ ભારતીય લોકોના પ્રત્યાધાતને લીધે બ્રિટિશ સરકાર દ્વારા જનરલ ડાયરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા પરંતુ ઈંગ્લેન્ડ પરત ફરતા તેમનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર હિન્દમાં આઘાતનું મોજું કરી વળ્યું હતું.
→ પરિણામે બ્રિટિશ સરકારના આવા પક્ષપાતી વલણ અને ભારતીયો પ્રત્યેના અસંવેદનશીલ વર્તન સામે ગાંધીજી દ્વારા વર્ષ 1920માં અસહકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
→ ઇતિહાસકારોનું કહેવું છે કે, જનરલ ડાયર (કર્નલ રેજીનાલ્ડ હેરી ડાયટ) ફકત સ્થળ પર હાજર હતા.
જલિયાવાલા બાગમાં ગોળીબારનો આદેશ આપનાર ઓ- યર હતા.
→ પંજાબના ઇતિહાસના વિશેષજ્ઞ ઇન્દુ બંગાના કહેવા પ્રમાણે માઇકલ ઓ-ડાયર એક ક્ટર સામ્રાજ્યવાદી હતા જે આ હત્યાકાંડ માટે જવાબદાર હતા. જયારે જનરલ ડાયરે તેના આદેશોનું પાલન કર્યુ હતું.
→ પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર સર માઈકલ ફ્રાંસિસ ઓડવાયરને વર્ષ 1940માં ક્રાંતિકારી ઉધમ સિંઘ દ્વારા લંડનના કેન્નાટોન હોલ ખાતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
→ અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે 13 એપ્રિલ, 1919ના રોજ માર્યા ગયેલા કે ઈજા પામેલા લોકોની યાદમાં રાષ્ટ્રીય સ્મારકોની સ્થાપના માટે જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક વિધેયક 1951 પસાર કરવામાં આવ્યું હતું.
→ જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ(સુધારા) બિલ 2018 લોક્સભામાં પસાર કરવામાં આવ્યું હતું.
13 એપ્રિલ, 2019ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડની આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ પૂરા થયા હતા. તે નિમિત્તે પંજાબમાં અમૃતસરના જલિયાવાલા બાગ સ્મારક ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું.
→ આ કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુએ જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તથા તેમની યાદમાં 100 રૂપિયાના સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યુ હતું.
→ નાનકસિંઘ દ્વારા લખાયેલી ખૂની વૈશાખી બ્રટિશ અધિકારી જનરલ ડાયર દ્વારા પુસ્તકમાં 13 એપ્રિલ, 1919ના રોજ કરાયેલ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગ હત્યાકાંડનું વર્ણન કરવામાં આવ્યું હતું.
→ 100 વર્ષ પહેલા નાનકસિંઘ દ્વારા લખાયેલા પુસ્તક ખૂની વૈશાખીનું નવદીપસિંહ ડ્યુટીએ અંગ્રેજીમાં ભાષાંતર કરી અબુધાબીમાં પ્રકાશિત કર્યુ હતું.
0 Comments