→ પૂરું નામ : ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં.ચી.મહેતા)
→ ઉપનામ : ચાંદામામા
→ ગુજરાતી સાહિત્યના એક સમર્થ નાટ્યકાર, કવિ અને અવૈતનિક રંગભૂમિના આધપ્રવર્તક
→ ઇલાકાવ્યોથી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરનાર ચંદ્રવદન મહેતાએ નાટ્યક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે પ્રથમ કાવ્ય રત્ન આપ્યું હતું.
→ તેમણે વર્ષો સુધી આકાશવાણીમાં કામ કરી રેડિયો નાટક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.
→ તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમજ વર્ષ 1928માં નવભારતના સંપાદક પણ રહ્યા હતાં.
→ તેઓએ ગુજરાત સાહિત્ય પરિષદના અને ફાર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ તરીકે સેવા આપી હતી.
→ વર્ષ 1960માં UNESCO દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા (ITI- International Theatre Institute)ના વિયેના કોન્ફરન્સમાં તેમણે 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ (World Theatre Day) ઉજવવા માટેનો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવને મંજૂરી મળતા વર્ષ 1962થી 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
→ તેમનું આગગાડી નામનું ખૂબ જ લોકપ્રિય નાટકને વર્ષ 1936માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને વર્ષ 1942માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતાં તેમજ વર્ષ 1950માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.
→ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1962) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ વર્ષ 1971માં તેમની કૃતિ નાટ્ય ગઠરિયાં માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
→ ઉમાશંકર જોશીએ નાટય ગઠરિયા માટે તેમને એક અલક મલકની ચીજ એમ કહીને સંબોધ્યા હતાં. તેમજ રઘુવીર ચૌધરીએ તેમના જીવન ઉપર ત્રીજો પુરુષ નામનું નાટક લખ્યું હતું.
→ તેમનું અંગ્રેજી પુસ્તક બિબ્લઓગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ : ભાગ 1, 2 નાટય સંશોધનનો ગ્રંથ છે. તેમણે તેમની કૃતિ આગગાડીનું અંગ્રેજી ભાષાંતર આર્યન રોડ તરીકે કર્યુ છે.
→ વર્ષ 1971માં તેમને ભારતની સંગીત નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને વર્ષ 1984માં સંગીત નાટક અકાદમી ફેલોશીપ મળ્યું હતું.
→ નાટક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને ચં.ચી.મહેતા પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે.
→ ‘બિબ્લિયૉગ્રાફી ઑવ્ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લૅંગ્વેજિસ’ (ભાગ 1–2, 1964, 1965) એમનો નાટ્યસૃષ્ટિનો એક મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે.
→ વાર્તાસંગ્રહો : ‘ખમ્મા બાપુ’ (1950) અને ‘વાતચકરાવો’ (1967)
→ સત્યકથાસંગ્રહ : ‘મંગલમયી’ (1975)
→ નાટ્યવિવેચન તેમજ સાહિત્યવિવેચનના ગ્રંથો : ‘કવિ શ્રી ન્હાનાલાલનાં નાટકો અને અકબરશાહની રંગભૂમિ પર રજૂઆત’ (1959), ‘લિરિક અને લગરિક’ (1965), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’ (1974), ‘એકાંકી : ક્યારે, ક્યાં અને કેવાં’ (1975) ઉપરાંત ‘બીજા નાટ્યવિષયક લેખો’
→ પ્રવાસ લેખો : ઇલિઝાબેથ બીજીની સફરે, ભમીએ ગુજરાતઃ ન વાટે, ન રેલપાટે
→ અન્યઃ દિવાળી (કાવ્ય), કલ્યાણ(કાવ્ય), ભવિષ્યવેતા(ઊર્મિ કાવ્ય), ભમીએ ગુજરાતેઃ દક્ષિણ ભણી, મૌન એ જ વિરતા (ચિંતન)
→ અંગ્રેજી પુસ્તકો : ‘Bibliography of Stageable Plays in Indian Languages’, Parts : I–II (1963, 1965), ‘Three Lighter Delights (Three Sanskrit Plays)’ (1969), ‘The Iron Road’ (Tr. from Ag-gadi) (1969), ‘Bibliography of English Plays Written by Indian Authors, Pts. : III’ (1969), ‘Harijan Ashram on Sabarmati’ (1970).
→ 1926માં ‘યમલ’ નામનો સૉનેટસંગ્રહ બલવંતરાયના પ્રવેશક સાથે પ્રગટ થયો. તેને ‘ગુજરાતી કવિતામાં પ્રથમ પહેલી સૉનેટમાળા’ તરીકે આવકાર મળ્યો.
→ તેમનાં હાસ્યરસિક નાટકોમાં મુખ્ય આનાતોલ ફ્રાંસના ફ્રેન્ચ નાટકના ઍશ્ર્લી ડ્યૂકે કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી રૂપાંતર ‘મૂગી સ્ત્રી’ (1927), સાક્ષરોની સાઠમારીને હાસ્યપાત્ર બનાવતું એકાંકી ‘દેડકાની પાંચશેરી’, ચોથા-પાંચમા દાયકામાં શાળા-કૉલેજમાં ખૂબ ખૂબ ભજવાઈને લોકપ્રિય થયેલું ‘ધારાસભા’, લગ્નની સંસ્થાને હચમચાવવા મથતું પ્રહસન ‘પાંજરાપોળ’ (1947), ભવાઈની મુક્તતાવાળી ફૅન્ટસી ‘મેના-પોપટ’ (1951), અને ભવાઈશૈલીનો સફળ વિનિયોગ દર્શાવતું ‘હોહોલિકા’ (1957) છે.
પંક્તિઓ
'ઈલા, દિવાળી ! દીવડા કરીશું; તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે ! આ કાનના તો પડદા તૂટે છે. '
પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં, અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ભમો ભરતખંડમાં સફળ ભોમ ખૂંદી વળી, ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
ઈલા ! કદી હોત હું દેવબાલ ! તારા ભરી આપત એક થાળ
0 Comments