ભારતીય કોસ્ટગાર્ડ દિવસ | Indian Coast Guard Day

ભારતીય કોસ્ટગાર્ડ દિવસ
→ ભારતમાં દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ‘ભારતીય કોસ્ટ ગાર્ડ' દિવસની ઉજવણી કરવામાં આવે છે.

→ 'ભારતીય કોસ્ટ ગાર્ડ'નું ગઠન 1 ફેબ્રુઆરી, 1977ના રોજ થયું હતું.

→ ભારતીય સૈન્યદળ હવા, પાણી અને જમીનની તથા દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે. આ સાથે ભારતીય કોસ્ટગાર્ડનું યોગદાન પણ ખૂબ મહત્ત્વનું છે. જે ભારતીય તટની સુરક્ષા માટે ચોવીસ કલાક જાગૃત રહે છે.

→ ભારતીય કોસ્ટ ગાર્ડ ‘સંરક્ષણ મંત્રાલય’ હેઠળ કાર્ય કરે છે.

ભારતીય તટ રક્ષક દિવસનું સૂત્ર “વ્યમ રક્ષમ:” છે. તેનો અર્થ થાય છે ‘અમે રક્ષા કરીએ છીએ’.

→ સરકારે સપ્ટેમ્બર, ૧૯૭૪માં ભારતીય પોલીસ સેવાના કે. એફ. રૂસ્તમજી (ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરી.

→ ભારતીય કોસ્ટ ગાર્ડની ‘રુસ્તમજી સમિતિ’ની ભલામણ પર સ્થાપના કરવામાં આવી હતી.

→ સમુદ્ર કિનારાની રક્ષા અને સુરક્ષા માટે કોસ્ટગાર્ડ જવાબદાર છે જ્યારે સમુદ્ર કિનારાની સામે એટલે કે સમુદ્રની રક્ષા નૌસેના કરે છે.

→ કોસ્ટગાર્ડ સરહદથી થતી દાણચોરી અને ગેરકાયદે થતી ઘૂસણખોરીને અટકાવે છે.

→ ૧૯ ઓગસ્ટ, ૧૯૭૮ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ધાટન કર્યું હતું.

→ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ : 1 ફેબ્રુઆરી

→ રાષ્ટ્રીય નૌસેના દિવસ : 4 ડિસેમ્બર






Post a Comment

0 Comments