→ ભારતના જાણીતા કૃષિવિદ્, પત્રકાર, સામાજિક કાર્યકર્તા અને ભૂતપૂર્વ રક્ષામંત્રી
→ 16 વર્ષની વયે તેમને પાદરી તરીકે તાલીમ લેવા બેંગ્લોરની સેન્ટ પીટર્સ સેમિનરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેમનો મોહભંગ થતા તેઓ સેમિનરી છોડીને મુંબઇ તા રહ્યા.
→ મુંબઇમાં તેમણે ટ્રેડ યુનિવર્સિટી બેઠકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું આ દરમિયાન તેમની 45 મુલાકાત રામ મનોહર લોહિયા અને પ્લાસિડ ડી મેલો સાથે થઇ.
→ તેમણે વર્ષ 1961 થી 1968 સુધી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સભ્ય રહ્યા હતા.
→ તેઓ વર્ષ 1967માં સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી તરફથી બોમ્બે દક્ષિણ પ્રાંતથી લોકસભા ચૂંટણીમાં દાવેદારી નોંધાવી હતી. જેમાં તેમણે તે સમયના કોંગ્રેસના લોકપ્રિય નેતા એમ.કે.પાટીલને જંગી બહુમતીથી પરાજ્ય આપ્યો હતો. આથી જ્યોર્જ ફર્નાન્ડિસ જ્યોર્જ ધ જાયન્ટ કિલર નામથી જાણીતા બન્યા.
→ વર્ષ 1974માં જ્યારે તેઓ ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના પ્રમુખ હતા ત્યારે દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી રેલ હડતાલ કરી જેને વર્ષ 1975માં વડાપ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા લાવામાં આવેલ કટોકટીનું કારણ માનવામાં આવે છે.
→ રેલ હડતાલ બદલ 10 જૂન, 1976માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1977માં તેમણે જેલમાંથી બિહારના મુઝફ્ફર પુરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંઘાવી અને જીતી ગયા.
→ વર્ષ 1977માં વડાપ્રધાન મોરારજી દેસાઇની સરકારમાં ઉધોગમંત્રીનું પદ સંભાળ્યું. આ દરમિયાન તેમણે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ [FERA] હેઠળ અમેરિકાની કંપનીઓ IBM અને કોકા કોલાને દેશ છોડવા માટે આદેશ આપ્યો હતો.
→ તેમણે વર્ષ 1989માં વડાપ્રધાન વી.પી.સિંહની સરકારમાં રેલમંત્રી તરીકે કાર્ય કર્યું હતું.
→ તેમણે વર્ષ 1994માં નીતિશ કુમાર (હાલના બિહારના મુખ્યમંત્રી) સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી હતી. જે આગળ જતાં વર્ષ 1996માં ભાજપ સાથે જોડાઇ હતી.
→ તેઓ વર્ષ 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ અને વર્ષ 1999માં કારગિલ યુદ્ધ વખતે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના રક્ષા મંત્રી હતા.
→ તેઓ 9 વખત લોકસભામાં અને એક વખત રાજ્યસભામાં ચૂંટાયા હતાં.
→ જાણીતા ઇતિહાસકાર રાહુલ રામગુંદમે જ્યોર્જ ફર્નાન્ડિસનું જીવન ચરિત્ર પુસ્તક ધ લાઇફ એન્ડ ટાઈમ્સ ઓફ જ્યોર્જ ફર્નાન્ડિસ લખ્યું છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇