Ad Code

Responsive Advertisement

ધોરણ - 7 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી ભાગ - 1 | Standard - 7 Part - 1


ધોરણ - 7 પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમજૂતી

આલુંલીલું – થોડું લીલું – થોડું સુંકું, લીલુંસૂકું તરિયાતોરણ – ત્રણ જાતનાં પાનનું તોરણ, જેમાં સાથે કસાબના તરણું (કપડાનું) તોરણ પણ શોભા વધારવા માટે હોય છે.
બાર – બારણું, દ્વાર મંગળ – શુભ પ્રસંગે ગવાતું ગીત
સોહાગણ – સૌભાગ્યવતિ, સધવા , સૌભાગ્યવતિ મલપતું – ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું
રળિયામણું – સુંદર ઘડી – ક્ષણ, પળ
ચોક પૂરવા - ચોકમાં સાથિયા પાડવા હરિ હાથિયો – હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રીકૃષ્ણ
મોલ – પાક વાયરો – પવન
સાંભરવા માંડ્યો – એકઠું કરવા લાગ્યો વીંજણો – પંખો
ધણ – ગાયોનું ટોળું શિષ્યવૃત્તિ – તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ
વિદ્યાધિકારી – કેળવણી અધિકારી હેડક્લાર્ક – મુખ્ય કારકુન
ઉંબીઓ – ઘઉં, જાવ ઈત્યાદી ધાન્યનાં ડૂંડા પસવારતાં – પંપાળતાં
હરાયું – રખડતું, છૂટું ફરતું, અંકુશ વગરનું મસ્તાન – મદભર્યું
ઢેફાં – સૂકી માટીના મોટા ગાંગડા લાડનાં લટકાં – ગમતી બાબત
સોટું – સોટી, લાકડી ખારીલા – ઈર્ષ્યાળુ
ગભરુ જીવ – નિર્દોષ, ભોળો જીવ જમ – યમ
સરવાણી – નાનું ઝરણું પરિગ્રહ – જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું
નિશ્વય – નિર્ણય અસહ્ય – સહી ન શકાય તેવું
ખેવના – કાળજી ભીડ – ગિરદી
પોસાવું – પરડવું સલૂન – ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો
પ્રાયશ્વિત – કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે પેસેંજર – મુસાફર
અમૂલ્ય – કીંમતી રાન –જંગલ
ધોધમાર – પુષ્કળ ,મોટી ધારાઓમાં વાંછટ – પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશ્તો હોય તેવી જગ્યાએ ઉડતા વરસાદ ન છાટા
ઘટના –બનાવ દડદડવું –પાણી પાડવાનો અવાજ
નેવું –છાંપરાના છેડાં ઉપરના નળિયાં જેમાંથી પાણી બહાર પડે છે ગહેકવું –આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું
ટહકવું – સામા પક્ષીને સંદેશો પહોચાડવા પંખીનું બોલવું ઠઠારો – સામાંને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ,
ભપકો – ભીડ કમાન – ધનુષ્ય જેવા વવળાંકવાળી રચના
કંગાલ–ગરીબ માં ગરીબ રહમ –દયા
સરિયામ –બધા માંટે નું જાહેર (અહીં) મુખ સહજ –સ્વાભાવિક
શોફર –અંગત ઉપયોગ માં આવતો ડ્રાઇવર ઉગારી લેવું –બચાવી લેવું
હાફળું ફાંફળું –ગભરાયેલું , બેબાકળું દયામણું – દયા ઊપજે એવું
જુલમ – ત્રાસ જીવન દોરી – આયુષ્યરૂપિ દોરી ,આવરદા
કલદાર – ચાંદીનો રણકાર વાળો સિક્કો રાણીછાપ –બ્રિટન માં રાણી વિકટોરિયાની છાપવાળો સિક્કો
ભદ્ર -અમદાવાદ માં આવેલ ભદ્રના કિલ્લા નો વિસ્તાર વિલાસ –મોજમજા
સ્વર -અવાજ તૃષ્ણા -ઈચ્છા
અનિમેષ –મટકું પણ માર્યા વિના અનાયાસે – સહજ રીતે
લીન – એકધ્યાન સમાધિ –ઊંડું ધ્યાન
ઘેલછા - ધૂન લઘરવઘર – ચીંથરેહાલ
બાનુ - સન્નારી ,મેડમ દ્રઢ – મક્કમ
નેળ – સાંકડો રસ્તો સ્તંભ –થાંભલો
વદન - ચેહરો, મોઢું શરમિંદુ – ઝંખવાણું
ભાંડારડાં - નાનાં ભાઈ બહેન સારવું - એક જગ્યાએથીબીજી જગ્યાએ જવું
ઉદ્યોગ – (અહીં) ધંધો રોજગાર સંભારવું – યાદ કરવું
કળાવું – દેખાવું જીવનપાથેય – જીવનનું ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન
શાખ – દર્શન મામલતદાર – તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાત અમલદાર
મુનસફ – દિવાની ન્યાયાધીશ પ્રોમિસરી નોટ – સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર
હીનતા – અધમતા હલકાપણું માલમ – વહાણ હંકારનાર
મેણું – કડવાં વેણ બળ્યો અવતાર – નકામો અવતાર
જાવા – હિન્દ મહાસાગરનો એક બેટ દે’ર – દિયર
સિંહલદ્વીપ – શ્રીલંકા પદમણી – સુંદર અને ગુણિયલ સ્ત્રી
પોંખવું – વધાવવું મતિ – બુદ્ધિ
નજીક ઢૂંકવું – પાસે આવવું જાજરમાન – પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર
તડકી-છાંયડી – સુખ અને દુ:ખ તોતિંગ મોભ – વજનદાર મોભ
અખિલાઈ – સમગ્રતા છિન્નભિન્ન થઈ જશે – વેરાન –છેરણ થઈ જશ, નાશ પામશે
હ્રદયના ભંડકિયામાં આસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધાં – બધાં દુ:ખોને પચાવી ગયાં, દુ:ખ દેખાવા ન દીધું કામઢા – ઉદ્યમી, મહેનતુ
અળપાવા દીધું નહીં – ઝાંખું પાડવા દીધું નહીં, ટકાવી રાખ્યું અતિરેક થતાં – વધી પડતાં
નિરંતર – હંમેશા કર્મ એન ધર્મ તેણે એક કરી મૂક્યાં છે – એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું
જીવનસ્ત્રોત – જીવનપ્રવાહ ઉમટી આવે છે – એકસાથે આગળ આવે – ધસી આવે છે
મોખરે – આગળ, પ્રથમ સુગંધનો દરિયો – પાર વિનાની સુગંધ
સ્મારક – યાદગીરીનું – સ્મૃતિનું સ્થાન જિહ્વાગ્રે – જીભને ટેરવે
ખેરાત કરે – દાન કરે, મફત આપે ઝુરાપો – દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ
આડેધડ – જેમ આવે તેમ આશકા – ગોડ –છોડની આસપાસની માટીને ખોદવી
કલેશ – દુ:ખ જીવનસૂત્ર – જીવનમંત્ર
ચાકળી – નાની ગાગર તૃપ્ત થાય – પાણીથી તરબર થાય
વરસાદી ગાય – ગોકળગાય કાજળઘેરી – કાજળ જેવી કાળી
સ્પેસ શટલ – અવકાશયાન અંડાકાર – ઈંડા જેવા આકારનું
એ.સી. – એર કંડિશનર વાઇબ્રેશન – ધ્રુજારી
એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ – પૃથ્વી પર ન રહેતું – પરગ્રહવાસી પુશબટન – દબાવી શકાય એવું બટન
એરિયલ – ધ્વનિ વગેરે વહાણ કરનારા મોંજાને પકડવા માટે રેડિયો, ટી.વી. વગેરનો હવામાં ઊંચે રાખતો તાર કંટ્રોલ બોર્ડ – સંદેશો ટાઈપ કરવા માટે કી-બોર્ડ જેવુ સાધન
જાસચિઠ્ઠી – જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી અચંબો – નવાઈ
દુભાષિયો – બે ભાષામાં વાત કરી શકે એ






Post a Comment

0 Comments