→ પ્રાણીઓના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશીને અધિચ્છદિય પેશી કહે છે.
→ સમગ્ર શરીરને ફરતે અંગોની બહાર અને સપાટી પર અન્ન માર્ગની અંદરની બાજુએ તથા ગ્રંથિની પોલાણની ફરતે આવેલ હોય છે.
→ આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરના કેટલાંક ભાગોને આવરણ પૂરું પાડે છે.
→ ત્વચા, મોનું સ્તર, અન્નનળી, રુધિરવાહીનીનું સ્તર, ફેફસાંના વાયુકોષ્ઠ, મૂત્રપિંડ નલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે.
→ અધિચ્છદ પેશી મુખ્યત્વે બે પ્રકારની છે.
સરળ અધિચ્છેદ પેશી
સ્તૃત (સંયુક્ત) અધિચ્છેદ પેશી
સરળ અધિચ્છેદ પેશી
→ સરળ અધિચ્છદ પેશી એક કોષની હારમાળાની બનેલી હોય છે.
→ સરળ અધિચ્છદ પેશીના આકાર, સ્થાન અને તેના કાર્યોના આધારે મુખ્ય ચાર પ્રકાર છે.
લાદીસમ અધિચ્છદ પેશી
ઘનાકાર અધિચ્છદ પેશી
સ્તંભીય અધિચ્છદ પેશી
પક્ષ્મલ અધિચ્છદ પેશી
લાદીસમ અધિચ્છદ પેશી
→ આકાર : લાદી જેવા પાતળા,ચપટા અને ષટ્કોણકાર હોય છે.
→ સ્થાન : મુખ , અન્નનળી, નાક, વાયુકોષ્ઠો અને રુધિરવાહિનીના પોલાણમાં જોવા મળે છે.
→ કાર્ય : શરીરના અંત: સ્થભાગ, શરીરના પ્રવેશતા રસાયણ કે જંતુ અને ઘા સામે રક્ષણ આપવાનું છે.
ઘનાકાર અધિચ્છદ પેશી
→ આકાર : ઘનાકાર અધિચ્છદ પેશીનો આકાર ઘન જેવો હોય છે અને તેમાં આવેલ ગોળ કોષકેન્દ્ર કોષની મધ્યમાં હોય છે.
→ સ્થાન : યકૃત નળી, ગલગ્રંથિ, મુત્રપિંડ નલિકાઓ અને પ્રસ્વેદ ગ્રંથિમાં જોવા મળે છે.
→ કાર્ય : શરીરમાં શોષણ, ઉત્સર્જન અને સ્ત્રાવ કરવાનું છે.
સ્તંભીય અધિચ્છદ પેશી
→ આકાર : ઘનાકાર કરતાં થોડા ઊંચા અને નીચેથી આધારકલા સાથે જોડાયેલા હોય છે.
→ સ્થાન : અન્નમાર્ગના પોલાણની ફરતે, જનનાંગોમાં અને ગ્રંથિઓની મોટી નળીઓમાં મળી આવે છે.
→ કાર્ય : જઠર અને નાના આંતરડામાં શોષણ અને સ્ત્રાવ કરવાનું છે.
પક્ષ્મલ અધિચ્છદ પેશી
→ આકાર : આ એક પ્રકારના પરિવર્તન પામેલા સ્તંભીય અધિચ્છદ પેશી છે.
→ પક્ષ્મલ અધિચ્છદ કોષોના મુક્ત છેડે કોષરસના બનેલા નાજુક કેશતંતુઓ અથવા પક્ષ્મો હોય છે.
→ બધા કેશતંતુઓ આધાર કણિકાઓમાંથી નીકળે છે.
→ સ્થાન : શ્વાસનળી અને શ્વાસવાહિનીઓમાં જોવા મળે છે.
→ કાર્ય : કેશતંતુઓ ખોરાકના કણને શ્લેષ્મમાં લપેટીને અન્નનળીમાં ધકેલવાનું કાર્ય કરે છે.
→ દેડકાની કંઠનળીમાં પક્ષ્મલ અધિચ્છદ પ્રકારનું સ્તર જોવા મળે છે.
સ્તૃત (સંયુક્ત ) અધિચ્છદ પેશી
→ સ્તૃત અધિચ્છદ પેશીના રચનામાં કોષો એક ઉપર એક એમ અનેક સ્તરના બનેલા હોય છે. જેમાં આધારકલા ઉપર આવેલા સૌથી નીચેના સ્તરને અંકુરણી સ્તર હોય છે.
→ આ કોષોનું વિભાજન થતાં ઉપર તરફના સ્તારોમાં કોષોનો વધારો થવાને લીધે ઉપરના સ્તરમાં આવેલા કોષો ચપટા અને તંતુમય પ્રોટીન કેરોટિન ધરાવતાં નિર્જિવ કોષો હોય છે. જેમાં સૂયાથી ઉપરનું મરુત સ્તર ઘસારાને લીધે ખરી પડે છે.
→ સ્તૃત અધિચ્છદનું સ્થાન પૃષ્ઠવંશીઓમા ચામડીની બહારના ભાગમાં તથા અન્નનળીમાં જોવા મળે છે. જેનું મુખ્ય કાર્ય નીચે આવેલા ભાગોનું રક્ષણ કરવાનું છે.
0 Comments