→ સંયોજક પેશીના કોષો એકબીજા સાથે જોડાયેલા અને આંતરકોષીય આધાર દ્રવ્યોનાં બનેલા છે.
→ સંયોજક પેશીની અંદર આવેલા કોષો દ્વારા આંતરકોષીય દ્રવ્યનો સ્ત્રાવ કરવામાં આવે છે.
→ આ પેશીનું મુખ્ય કાર્ય વિવિધ અંગોનું જોડાણ કરવાનું, ઘા પડવાને લીધે મૃત થતાં પેશીના સ્થાને નવી પેશીનું નિર્માણ કરવાનું તેમજ શરીરને આધાર આપવા માટે કંકાલની રચના કરવાનું છે.
→ સંયોજક પેશીના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
વિશેષ સંયોજક પેશી
કંકાલ સંયોજક પેશી
પ્રવાહી સંયોજક પેશી – રૂધિર અને લસિકા
વિશેષ સંયોજક પેશી (Proper Connective Tissue)
→ વિશેષ સંયોજક પેશીના મુખ્ય બે પ્રકાર છે.
તંતુઘટક પેશી
મેદપૂર્ણ પેશી
તંતુઘટક પેશી
→ આ પેશીનું સ્થાન આંત્રબંધ, ચમાડીની નીચે આવેલા સ્તરમાં, કોષ્ઠાવરણ, સ્ન્યાયુઓ વચ્ચેના પૂરણમાં તેમજ રૂધીરવાહિનીની ચારેય તરફ હોય છે. જેમાં શ્વેત તંતુ અને પીળા તંતુ એમ બે પ્રકારના તંતુઓ હોય છે.
→ શ્વેત તંતુઓ ગુચ્છાદાર, તરંગી અને શાખાવિહીન હોય છે.
→ પીળા તંતુઓ એકલા, શાખામય અને ગુચ્છામાં હોતા નથી.
મેદપૂર્ણ પેશી
→ આ પેશી સામાન્ય રીતે તંતુ ઘટક પેશીનું રૂપાંતર છે. આ પેશીનું મુખ્ય કાર્ય ચરબી સંગ્રહ કરવાનું છે.
→ દેડકામાં મેદપૂર્ણ પેશી મેદકાય (Fat Bodies)માં જોવા મળે છે.
→ સસ્તન પ્રાણીઓમાં ચામડીની નીચેના સ્તરમાં જોવા મળે છે.
કંકાલ સંયોજક પેશી ( Skeletal Connective Tissue)
→ કંકાલ સંયોજક પેશીના મુખ્ય બે પ્રકાર છે.
અસ્થિ (Bone)
કાસ્થિ (Cartilage)
અસ્થિ (Bone)
→ અસ્થિ પણ એક સંયોજક પેશી છે જે શરીરના મુખ્ય અંગોને આધાર અને આકાર આપે છે અને આ પેશી મજબૂત તથા કઠણ હોય છે.
→ અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્ર્વ્યોમાં ગોઠવાયેલા છે જે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે.
→ બે ક્રમિક અસ્થિઓ એકબીજા સાથે સંયોજક પેશી દ્વારા જોડાય છે જેને અસ્થિબંધ સ્નાયુ કહે છે.
કાસ્થિ ( Cartilage)
→ કાસ્થિ પેશી કાન, નાક, ગળા અને શ્વાસ નળીમાં આવેલી હોય છે તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે.
→ આ પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે.
→ આ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય દ્રવ્યોમાં કાસ્થિ કોષો છુટાં છવાયા ગોઠવાયેલાં હોય છે. જેને સહેલાઈથી વાળી શકાય છે.
→ રુધિરમાં જીવંત રુધિરકોષો પ્રવાહી રૂપ આંતરકોષીય દ્ર્વ્યમાં તરત જોવા મળે છે.
→ આંતરકોષીય દ્ર્વ્યોનું સર્જન રુધિર કોહો કરતાં નથી.
→ તે શરીરની એક માત્ર પ્રવાહી સંયોજક પેશી છે.
→ જેનું કાર્ય ઊર્જા, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ વાયુઓનું વહન, ઉત્સર્ગ પદાર્થોનું એક ભ્ગમાંથી બીજા ભાગમાં વહન કરવાનું છે.
→ રુધિરનાં રંગહીન, પ્રવાહીને રુધિરરસ કહે છે.
→ રુધિર રસમાં રક્તકણો (RBCs), શ્વેતકણો (WBCs) તથા ત્રાકકણો એમ ત્રણ પ્રકારના રુધિરકોષો તેમજ ફાઈબ્રિનોજન, સીરમ ગ્લોબ્યુલિન અને સીરમ આલ્બ્યુમીન જેવા રુધિરનત્રલો, ક્ષારો, અંત : સ્ત્રાવો તથા રોગપ્રતિકારક ઘટકો હોય છે.
→ રક્તકણો શરીરમાં પોષકતત્વોનું વહન ઓક્સિજન ગ્રહણ કરી જીવંત કોષો સુધી કરે છે.
→ ત્રાકકણો ઈજા પામેલા ભાગ પર જામી જય રુધિરને શરીરની બહાર જતું અટકાવે છે.
→ શ્વેતકણો (WBCs) નું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો લ્યુકોસાઈટોસીસ કહે છે.
→ માણસમાં રુધિર અસ્થિમજ્જામાં બને છે જ્યારે ભ્રૂણમાં રહેલા બાળકમાં અસ્થિમજ્જા ન હોવાથી રુધિર લીવરમાં બને છે.
0 Comments