Ad Code

Responsive Advertisement

પ્રાણી પેશી : સ્નાયુ પેશી ( Animal Tissue : Muscular Tissue)


પ્રાણી પેશી : સ્નાયુ પેશી ( Animal Tissue : Muscular Tissue)



→ સ્નાયુ પેશીના સંકોચન અને વિકોચનથી પ્રાણી શરીરના વિવિધ ભાગોનું હલનચલન થાય છે.

→ આ પેશી વિશિષ્ટ પ્રકારના લાંબા સંકોચનશીલ તંતુઓની બનેલી હોય છે. તેના એકમને સ્નાયુતંતુ કહે છે.

→ સ્નાયુ પેશી સ્નાયુ તંતુઓની બનેલી હોય છે જેના ત્રણ પ્રકારો પડે છે.

  1. રેખીય સ્નાયુ પેશી (Striped Muscle Tissue)
  2. સરળ / અરેખિત સ્નાયુ પેશી ( Smooth Muscle Tissue) – કીકી, મૂત્રવાહિનીમાં જોવા મળે છે.
  3. હ્રદ સ્નાયુ (Cardiac Muscle Tissue) – હ્રદ સ્નાયુપેશીમાં જોવ મળે છે.


→ પ્રાણી શરીર જે સ્નાયુઓને તે પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરાવી શકે તેવા સ્નાયુને ઐચ્છિક સ્નાયુપેશી કહે છે. આ સ્નાયુને કંકાલ સ્નાયુપેશી કહે છે.


રેખિત સ્નાયુ



→ આ સ્નાયુઓનું હલનચલન ઈચ્છા મુજબ થતું હોવાથી ઐચ્છિક સ્નાયુ કહે છે, આ ઉપરાંત, તેને કંકાલ સ્નાયુ પણ કહે છે. તે ઉપાંગો, જીભ તથા કંઠનળીમાં જોવા મળે છે.

→ આ સ્નાયુઓ ઝડપથી સંકોચાઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી તે ઝડપથી શાંત અથવા શ્રમિત થઈ જાય છે.










અરેખિત / સરળ સ્નાયુ



→ આ સ્નાયુઓનું હલનચલન ઈચ્છા મુજબ ન થતું હોવાથી અનૈચ્છિક સ્નાયુઓ તરીકે ઓળખાય છે.

→ આ ઉપરાંત, આ સ્નાયુની રચના બીજા સ્નાયુઑ કરતાં સરળ હોવાથી સરળ સ્નાયુ પેશી પણ કહે છે.

→ અરેખિત સ્નાયુ તંતુઓ ત્રાક આકારના, એક કોશી, ચપટા, છેડેથી સાંકળા અને મધ્યમાં પહોળા હોય છે.

→ આ સ્નાયુઓનું સંકોચન ઘણું ધીમું થાય છે. પરંતુ લાંબા સમય સુધી ટકી રહે છે.

→ તેનું ચેતાકરણ સ્વયંચેતાતંત્રમાંથી થાય છે.


હ્રદ સ્નાયુ



→ આ સ્નાયુ માત્ર હ્રદય ની દિવાલમાં જ મળી આવે છે.

→ આ સ્નાયુ એકપણ ક્ષણની વિશ્રાંતિ વગર જીવન પર્યંત કાર્ય કરવા છતાં પણ શ્રમિત થતાં નથી અને સંકોચન તથા વિકોચનને કારણે હ્રદય પંપની જેમ કાર્ય કરી રુધિરનું શરીરના વિવિધ ભાગમાં વિતરણ કરે છે.















Post a Comment

0 Comments