Education System Primary and Secondary Education in India during the British Era | અંગ્રેજોના સમયમાં ભારતમાં શિક્ષણવ્યવસ્થા :પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ



અંગ્રેજોના સમયમાં ભારતમાં શિક્ષણવ્યવસ્થા :પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ



→ અંગ્રેજોના સમયમાં ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી.





→ ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ સિરામપુરમાં ઈ.સ. 1789 માં કરી.





→ એલેકઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્વાત્ય શિક્ષણ આપતી શાળાઓ શરૂ સ્થાપી.





→ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં ઈ.સ. 1833ના સનદીધારા અંતર્ગત પાશ્વાત્ય શિક્ષણ આપવા માટે અગ્રેસર થઈ.





→ ઈ.સ. 1835 માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.





→ ઈ.સ. 1854 માં વૂડના નીતિપત્ર (ખરીતો)દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ –પ્રણાલીને બદલે યુરોપીયન શિક્ષણ – પ્રણાલી અપનાવવા જણાવ્યું.














→ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે.





→ ઈ.સ. 1835 પછી ભારતમાં કલકત્તા (બંગાળ), મુંબઇ, મદ્રાસ (ચેન્નઈ), ઉત્તર ભારત, પંજાબ,પશ્વિમ ભારત સહિત મોટા ભાગના વિસ્તરોમા અંગ્રેજી શિક્ષણનો પ્રચાર – પ્રસાર થયો.





→ મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ (ચેન્નઈ)માં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમસનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓમાં સંખ્યામાં પણ વધારો થયો.





→ ઈ.સ. 1882 ના હન્ટર કમિશને પ્રાથમિક અને મધ્યમમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. આ કમિશને પ્રાંતિક આવકનાં નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી.





→ ઈ.સ. 1917માં નિમાયેલા સેડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી.





→ ઈ.સ. 1919 ના મોંટેગ્યું ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું.





→ ઈ.સ. 1912 માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું, પરતું સરકારે તેનો અસ્વીકાર કર્યો.





→ ઈ.સ. 1936માં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો.
















Post a Comment

0 Comments