Ad Code

દયારામ | Dayaram

દયારામ
દયારામ

→ જન્મ : 18 ઓગસ્ટ, 1777 (ચાંદોદ, વડોદરા)

→ અવસાન : 9 ફેબ્રુઆરી, 1853

→ શિષ્ય : છોટાભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, શીતબાઈ સોની

→ પિતાનું નામ : પ્રભુરામ ભટ્ટ

→ માતાનું નામ : રાજકોર બા (મહાલક્ષ્મી)

→ ગુરુ : ઇચ્છારામ ભટ્ટજી

→ મૂળ નામ : દયાશંકર

→ ઉપનામ : ગરબીના પિતા (નરસિંહરાવ દિવેટિયા), વ્યાકુળ વૈષ્ણવ (નટવરલાલ પંડ્યા), બંસી બોલનો કવિ (ન્હાનાલાલ), વૃંદાવનની ગોપી (ન્હાનાલાલ), બીજી મીરાં, નાચતી કિલ્લોલતી ગોપી, ગુજરાતનો હાફ્રિઝ, ગુજરાતનો જયદેવ, ગુજરાતનું બાયરન, રસિક શૃંગારી કવિ, ગરબી સમ્રાટ




→ ગરબીના સર્જક ભક્ત કવિ દયારામ

→ 15 વર્ષની વયે માતા-પિતાનું અવસાન થતાં તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં અને આજીવન અવિવાહિત રહ્યા હતાં.

→ તેમની કર્મભૂમિ ડભોઇમાં હતી.

→ ડભોઇમાં તેઓ એક બાળ વિધવા સોનારણ રતનબાઇને ત્યાં રહેતા અને તેમણે પોતાનું છેલ્લું વસિયતનામું રતનબાઇના નામે કરેલું. તેઓ મધ્યકાળના એકમાત્ર અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર હતાં અને 12 ભાષાના જાણકાર હતાં.

→ તેમના જીવન પર વલ્લભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે.

→ બુંદીકોટાના ક્ષરકેશ મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમદાસજી મહારાજ તેમના કવિતા ગુરુ હતાં. કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો ત્યારથી તેઓ કૃષ્ણભક્ત થયા હતાં.

→ દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ તત્વપ્રબંધ લખી હતી.

→ સુપ્રસિદ્ધ કથાકાર અને વિદ્વાન એવા તેમના ગુરુ ઇચ્છારામ ભટ્ટ દ્વારા બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દ્રષ્ટિ ખુલી જશે આ ઉદ્ગારો દયારામ માટે ઉચ્ચારવામાં આવ્યા હતાં અને શ્રી કૃષ્ણ : શરણં મમ નામનો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો હતો.

→ દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિકવિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે નરસિંહ મહેતાને ભક્તકવિ તરીકે ઓળખવામાં આવે છે.

→ તેમના વિશે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કહ્યું હતું કે, દયારામ નિતાંત શૃંગાર કવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ

→ તેમણે કૃષ્ણભક્તિ વિશે મિત્રભાવે ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી હતી. આથી તેમને ગરબીના પિતા ગણવામાં આવે છે. તેમની ગરબીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.

→ તેમણે ગુજરાતી ભાષામાં રેખતા સાહિત્ય સ્વ સ્વરૂપ આપ્યું છે.

→ આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાની રચના ભાલણે કરી, પરંતુ દયારામે કડવા ને બદલે મીઠાં શબ્દપ્રયોગ કર્યો હતો

→ તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ હતા, તેમના મૃત્યુ સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગનો અંત આવે છે.

→ તેમની પાસેથી કુલ 86 કૃતિઓ મળેલી છે. જેમાંથી 64 ગુજરાતી ભાષામાં, 20 વ્રજ ભાષામાં, 1 મરાઠી ભાષામાં અને 1 સંસ્કૃત ભાષામાં લખાયેલી છે.


સાહિત્ય સર્જન

→ હિન્દી કૃતિ: સત્ સૈયા

→ પૃષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય : રસિક વલ્લભ, તત્વ પ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ, ધર્મનીતિસાર

→ આખ્યાન આધારિત કૃતિ: અજામીલ આખ્યાન, સત્યભામા વિવાહ, મીરાં ચરિત્ર, રુકમણી વિવાહ

→ અન્ય : ઓ વ્રજનારી (પદ), લોચન મનનો ઝઘડો (ગરબી), શ્યામ રંગ સમીપે ન જાવું (ગરબી), જે કોઈ પ્રેમઅંશ અવતરે (પદ) ભક્તિ પોષણ, દાણચાતુરી, પૃષ્ટિપથ રહસ્ય, સિદ્ધાંતસાર, સંપ્રદાયસાર, રસિકરંજન, ભક્તિવિધાન, બાળલીલા, દાણાલીલા, પ્રેમરસગીતા, ઋતુવર્ણન


પંકિતઓ

→ જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે

→ ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પુરવ તણાં, એથી પાતળીઓ અમને લાડ લડાવે

→ મનજી મુસાફર રે. ચાલો નિજ દેશ ભણી

→ વ્રજ વહાલું રે, વૈકંઠ નહીં આવું

→ ઓ વાંસલડી વેરણ થઇ લાગી રે વ્રજની નારને

→ ઊભા રહો તાં કહું વાતડી બિહારીલાલ

→ હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મનો અવતાર

→ નટવર નિરખ્યાં ને' ન તે

→ પ્રેમની પીડા તે કોને કહીએ કહીએ મધુકર પ્રેમની પીડા

→ કાનુડો કામણગારો રે .....

→ ઘેલી મને કીધી શ્રીનંજીના નંદે

→ ઓ રંગ રસિયા કયાં રમી આવ્યા રંગ રસિયારે

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments