Ad Code

Responsive Advertisement

ઉપપદ સમાસ | Upapad Samas




ઉપપદ સમાસ





  • વ્યાખ્યા


  • → જે સમાસમાં પૂર્વપદ નામિક હોય અને ઉત્તરપદ ક્રિયસૂચક હોય તેને ઉપપદ સમાસ કહે છે.


    ઉપપદ સમાસમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો



    → ઉપપદ સમાસનાં બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિનો સંબંધ હોય છે એટલે ઉપપદ સમાસ એક પ્રકારનો તત્પુરુસ સમાસ છે.




    → ઉપપદ સમાસનું પૂર્વ પદ સંજ્ઞા અને ઉત્તરપદ ક્રિયાસૂચક હોય છે.

    → ઉપપદ સમાસ એ અન્યપદ પ્રધાન સમાસ છે.

    → ઉપપદ સમાસ કર્તૃવાચક સંજ્ઞા તરીકે કામ કરે છે.


    ઉદાહરણ



    → સમર્થનકાર – સમર્થન કરનાર

    → પંકજ – પઁક (કાદવ) માં જન્મનાર

    → નૌકાચાલક – નૌકા ચલાવનાર

    → પથદર્શક – પાઠ દર્શાવનાર

    → હરામખોર – હરામનું ખાનાર

    → તક સાધુ – તક સાધનાર

    → ધાડપાડુ – ધાડ પાડનાર

    → પાણીકળો – પાણી કળનાર

    → વહીવંચો – વહી (નોંધ) વાંચનાર

    → ભિખમંગો – ભીખ માંગનાર

    → ગળેપડું – ગળે પડનાર

    → પગરખું – પગ રાખનાર

    → અંગરખું – અંગ રાખનાર

    → ગુજરાતીમાં કેટલાક સંસ્કૃત સમસ પણ પ્રયોજાય છે. તેમાં ઉપપદ સમસનો પણ સમાવેશ થાય છે. એટલે આ તત્સમ સમાસનું ઉત્તરપદ પણ સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય તે સ્વાભાવિક છે. આવા કેટલાક ક્રિયાવાચી નામનો પરિચય નીચેના કોઠામાં છે.

    સંસ્કૃત ક્રિયારૂપ અર્થ ઉદાહરણ
    જ્ઞ જાણનાર મર્મજ્ઞ, સર્વજ્ઞ, સુજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ
    ધ્ન હણનાર કૃતજ્ઞ
    જન્મનાર અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ
    જા જન્મનારી ગિરિજા, શૈલજા, હિમજા, તનુજા
    દેનારી દુ:ખદ, સુખદ, નીરદ, વરદ
    દા દેનાર કીર્તીદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા, અભયદા
    કરનાર ભયંકર, દિવાકર, સુધાકર, શાંતિકર
    કાર કરનાર ગ્રંથકાર, કુંભકાર, કૃષિકાર, સુવર્ણકાર
    પાલ પાળનાર ગોપાલ, મહિપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ
    સ્થ રહેનાર ગૃહસ્થ, સ્વસ્થ, કંઠસ્થ,તટસ્થ, મંચસ્થ
    ધર ધારનાર ફણીધર, મુરલીધર, ગદાધર, ધુરંધર
    ધરા ધારનાર વસુંધરા, યશોધરા
    સર સરનાર અગ્રેસર, અપ્સરા
    ચર ફરનાર નિસાચર, અનુચર, ખેચર, વનચર
    હર હરનાર મનોહર, ચિત્તહર

















    Post a Comment

    0 Comments