→ જે સમાસનું પહેલું પદ/પૂર્વ પદ સંખ્યાવાચક હોય તેને દ્વિગુ સમાસ કહે છે.
→ જે સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ સંજ્ઞા હોય તેમજ સમસ્ત પદ સમૂહનો અર્થ દર્શાવતુ હોય તેવા સમાસને દ્વિગુ સમાસ કહે છે.
દ્વિગુ સમાસની વિશેષતા
→ દ્વિગુ સમાસએ કર્મધારય સમાસનો એક પેટા પ્રકાર જ છે. કર્મધારય સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક સિવાયનું વિશેષણ આવે છે, જ્યારે દ્વિગુ સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે.
→ દ્વિગુ સમાસ અન્યપદપ્રધાન સમાસ છે.
→ દ્વિગુ સમાસમાં ઉત્તરપદ મુખ્ય હોય છે અને પૂર્વપદ ગૌણ હોય છે.
→ દ્વિગુ સમાસમાં સમસ્ત પદમાં સમાહારનો અર્થ હોય સમસ્ત પદ એકવચનમાં વપરાય છે.
→ વિગ્રહમાં સંબધક વિભક્તિનો પ્રત્યયનો ઉપયોગ થાય છે.
0 Comments