Ad Code

જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ | આરઝી હકૂમત | Merger of Junagadh with India



જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ





→ આઝાદી સમયે ભારતમાં લગભગ 562 જેટલા દેશી રજવાડા હતા. જેમાંથી ફક્ત ગુજરાતનાં જ 366 જેટલા રજવાડા હતા.

→ ભારતમાં રજવાડાઓનું A, B, C અને D એમ ચાર ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

→ જેમાં ગુજરાતનાં રજવાડાઓમાં તલ ગુજરાતનાં રજવાડાઓનો A વર્ગમાં સમાવેશ થતો હતો.

→ જ્યારે સૌરાષ્ટ્રના રજવાડાઓનો સમાવેશ વિધાનસભા ધરાવતા B વર્ગના રજવાડા તરીકે કરવામાં આવતો હતો.

→ કચ્છનો સમાવેશ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે C વર્ગમાં કરવામાં આવ્યો હતો.

→ આઝાદી બાદ એકમાત્ર જુંગઢ સિવાયના ગુજરાતનાં તમામ રજવાડાઓએ ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું હતું.





→ આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ રજવાડાઓએ એકત્ર થઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સંયુક્ત રાજ્યની રચન કરવાનો નિર્ણય કર્યો હતો.

→ પરંતુ સૌરાષ્ટ્રના આ એકીકરણમાં જૂનાગઢ રાજય અડચણરૂપ બન્યું હતું.

→ કેમ કે જૂનાગઢનાં નવાબ મોહબ્બતખાન ત્રીજા મુસ્લિમ હતા. આથી તેમણે જૂનાગઢને ભારતને બદલે પાકિસ્તાન સાથે જોડાવાનું નકી કર્યું હતું.

→ જૂનાગઢનાં નવાબના આ નિર્ણયના વિરોધમાં જૂનાગઢ તાબાના બાબરીયાવાડના ગરાસદારો તથા માંગરોળના શેખે બળવો કર્યો હતો.

→ આથી, બાબરિયાવાડના ગરાસદાર અને માંગરોળના શેખના રક્ષણ માટે ભારત સરકારે ગુરુદયાળસિંહ નામના એક બ્રિગેડીયારના નેતૃત્વમાં લશ્કર મોકલ્યું હતું.





→ ત્યારબાદ જૂનાગઢના પ્રશ્નના નિરાકરણ માટે 25 ઓગષ્ટ, 1947ના રોજ રાજકોટમાં એક સભાનું આયોજન થયું હતું. આ સભા અથવા તો બેઠકમાં “કાઠિયાવાડ રાજકીય પરિષદ” ની સ્થાપના કરવામાં આવી હતી.

→ “કાઠિયાવાડ રાજકીય પરિષદ” ની સ્થાપના બાદ 25 સપ્ટેમ્બર, 1947 ના રોજ મુંબઈમાં આ પરિષદની એક બેઠકનું આયોજન થયું હતું.

→ તા.24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, ""જૂનાગઢ મે સે પાકિસ્તાન જાના ચાહિએ ‘’ જેના અનુસંધાને 25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇનાં માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠનાં અધ્યક્ષ સ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી.








→ મુંબઈમાં મળેલી “કાઠિયાવાડ રાજકીય પરિષદ” ની આ બેઠકમાં જ “આરજી હકૂમત (જૂનાગઢની કામચલાઉ સરકાર)”ની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

→ “આરઝી હકૂમત”ની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય જૂનાગઢનાં પ્રજા જનોનું રક્ષણ અને જૂનાગઢને નવાબના શાસનમાંથી મુક્ત કરવાનો હતો.

→ આ આરઝી હકૂમતના વડાપ્રધાન તરીકે “વંદેમાતરમ” ના તંત્રી શામળદાસ ગાંધીજીની નિમણૂંક કરવામાં આવી હતી.

→ જ્યારે “આરઝી હકૂમતના” નાણાકીય મંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે દુર્લભજી ખેતાણીની નિમણૂંક કરવામાં આવી હતી.

→ “આરઝી હકૂમત”ની સેનાના કમાન્ડર ઇન ચીફ તરીકે રતુભાઈ અદાણીને બનાવવામાં આવ્યા હતા.

→ “આરઝી હકૂમત”ના સંરક્ષણ મંત્રી તરીકે સુગરભાઈ વરૂ હતા.



→ ગુહમંત્રી તરીકે મણિલાલ દોશી તથા કાયદામંત્રી તરીકે નરેન્દ્ર નથવાણીને જવાબદારી સોંપવામાં આવી હતી.

→ “આરઝી હકૂમત”ની રચનાના માત્ર ચાર દિવસ બાદ એટ્લે કે 30 સપ્ટેમ્બર, 1947 ના રોજ રતુભાઈ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ રાજકોટમાં આવેલ “જૂનાગઢ હાઉસ” પર કબજો કરી લીધો હતો.

→ રાજકોટમાં આવેલું આ “જુનાગઢ હાઉસ” જૂનાગઢ રાજ્યની મિલકત હતી.





→ જેના પર કબ્જો કર્યા બાદ તેને આરજી હકૂમતનું મથક બાનવવામાં આવ્યું હતું.

→ આ લડતને અંતે 9 નવેમ્બર, 1947 ના રોજ જૂનાગઢ નવાબના શાસનમાંથી મુક્ત થયુ હતું.

→ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્ટેટનો કબ્જો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રીજીયોનલ કમિશ્નર નિલમ બૂચને સોંપવામાં આવ્યો.

→ ઐતિહાસીક પ્રેસ કોમ્યુનિક અને આરઝી હકુમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઇતિહાસવિદ્દ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડયું છે.





Post a Comment

0 Comments