Direct Speech - Indirect Speech



Direct Speech - Indirect Speech





Direct Speech માંથી Indirect Speech માં રૂપાંતર કરતી વખતે Reporting Speech માં આપેલ Reporting Verb ના કાળ પ્રમાણે Reported Speech માં કાળમાં ફેરફારો થાય છે. આ ફેરફારો નીચે પ્રમાણે છે.

જો Reporting Verb – વર્તમાનકાળ કે ભવિષ્યકાળ હોય તો Reported Speech ના કાળમાં ફેરફાર થશે નહીં.

Nayan says, “I will go there”.

→ Nayan says that he will go there.



→ જો Reporting Verb – ભૂતકાળમાં હોય તો Reported Speech ના આપેલ કાળમાં નીચે મુજબ ફેરફાર થશે.

→ Simple Present Tense (સાદો વર્તમાનકાળ)નું Simple Past Tense (સાદા ભૂતકાળ) માં રૂપાંતર થાય છે.

Shilpa said, “I do not know him”.

→ Shilpa said that she did not know him.






→ Continuous Present Tense (ચાલુ વર્તમાનકાળ)નું Continuous Past Tense (ચાલુ ભૂતકાળ)માં રૂપાંતર થાય છે.

The boys said, “We are playing cricket”.

→ The boys said that they were playing cricket.



→ Perfect Present Tense (પૂર્ણ વર્તમાનકાળ)નું Perfect Past Tense (પૂર્ણ ભૂતકાળ)માં રૂપાંતર થાય છે.

Chirag said, “I have seen the Taj Mahel”.

→ Chirag said that he had seen the Taj Mahel.



→ Present Perfect Continuous Tense (ચાલુ પૂર્ણ વર્તમાનકાળ)નું Past Perfect Continuous Tense (ચાલુ પૂર્ણ ભૂતકાળ)માં રૂપાંતર થાય છે.

The teacher said, “I have been suffering from typhoid for two weeks”.

→ The teacher said that he had been suffering from typhoid for two weeks.









→ Simple past tense (સાદા ભૂતકાળ)નું Perfect Past Tense (પૂર્ણ ભૂતકાળ)માં રૂપાંતર થાય છે.

The old man said, “I lost my purse in the market”.

→ The old man said that he had lost his purse in the market.



→ જો સાદો વર્તમાનકાળ નજીકનો નક્કી કરેલ ભવિષ્યકાળ દર્શાવતો હોય તો – Would + મૂળરૂપનો ઉપાયોગ થાય છે.

Jayshree said, “My brother comes tomorrow”.

→ Jayshree said that her brother would come the following day.



→ જો ચાલુ વર્તમાનકાળ નજીકનો નક્કી કરેલ ભવિષ્યકાળ દર્શાવતો હોય તો – Would + be + ing નો ઉપાયોગ થાય છે.

Umesh said, “We are leaving for Vadodara next Sunday”.

→ Umesh said that they would be leaving for Vadodara following Sunday



→ જો Reporting Verb ભૂતકાળમાં હોય તો Reported Speechમાં આવેલ સહાયક ક્રિયાપદોમાં નીચે પ્રમાણે ફેરફાર થશે.

Direct speech Indirect Speech
Am, is , are Was, were
Has, have had
Can could
Shall, will Should, would
Was, were Had been
May Might




Post a Comment

0 Comments