→ દર વર્ષે 26 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : મહિલાઓને સમાન અધિકાર પ્રદાન કરવાનો તેમજ વિશ્વમાં મહિલાઓની સમસ્યા નિવારવા જાગૃતતા અને અસરકારક પ્રયત્નો કરવાનો છે.
→ શરૂઆત : વર્ષ 1920માં અમેરિકના બંધરણમાં 19 માં બંધારણીય સુધારા અંતર્ગત મહિલાઓ અને પુરૂષોને સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો. તેથી આ ઐતિહાસિક ઘટનાની યાદમાં વર્ષ 1973 થી 26 ઓગષ્ટના રોજ મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે.
→ 1971થી મહિલા સમાનતાના દરજ્જા માટે લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝુગના પ્રયાસોથી 26 ઓગસ્ટને 'મહિલા સમાનતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો.
→ ભારતમાં વર્ષ 1921માં સૌપ્રથમ મદ્રાસ રાજય દ્વારા મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો અને વર્ષ 1950 માં સમગ્ર ભારતમાં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો.
→ ભારતના બંધારણના અનુચ્છેદ – 326 માં મહિલાઓના મતાધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
→ વર્ષ 2020માં સૌપ્રથમવાર “આસામ રાયફ્લ” ટુકડીના મહિલા સૈનિકોને ભારત – પાકિસ્તાનની સરહદ (LOC) પર તૈનાત કરવામાં આવી હતી.
→ ગુજરાતમાં સૌપ્રથમવાર વર્ષ 1973માં મહિલાઓ માટે 20% અનામત બેઠકોની જોગવાઈ આપવામાં આવી હતી.
→ ગુજરાત પંચાત અધિનિયમ, 2009 અંતર્ગત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 % અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
→ સૌપ્રથમ મહિલાઓ માટે 50 % અનામતની જોગવાઈ લાગુ કરનાર પ્રથમ રાજય બિહાર છે.
→ ગુજરાત રાજય સરકાર દ્વારા જાહેર સેવા આયોગ (સરકારી નોકરી) માં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા 33 % અનામત આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
0 Comments