Ad Code

Responsive Advertisement

અલ્પવિરામ (,) | Comma (,)



અલ્પવિરામ (,)



→ જ્યાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે છે.

→ જ્યારે એકીસાથે ઘણાં નામ, ક્રિયાપદ કે વિશેષણ આપેલ હોય ત્યારે તેમની વચ્ચે અલ્પવિરામ આવે છે અને અંતિમમાં પૂર્ણવિરામ આવે છે.

→ રમવું, રડવું, કૂદવું અને અનુકરણ કરવું એ બાળકનો સ્વભાવ છે.

→ સંબોધન પછી અલ્પવિરામ આવે છે.

→ કિરણ, છાપું લાવ.

→ કેમ, જી, બેશક, હા, ના વગેરે શબ્દો પછી અલ્પવિરામ આવે છે.

→ ના, હું, ત્યાં નહીં આવું.

→ બેશક, અમારો ઉમેદવાર ચૂંટણી જરૂર જીતશે.

→ અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે શબ્દો પછી અલ્પવિરામ આવે છે.

→ ટૂંકમાં, તમે પોલીસને જાણ કરી હતી.



→ પત્રલેખનમાં સંબોધન અને વિદાયચિહ્ન પછી અલ્પવિરામ આવે છે.

→ પૂજ્ય બાપુજી,

→ કારણ કે, કેમ કે, ની પહેલાં અલ્પવિરામ આવે છે.

→ પાક સુકાઈ રહ્યો છે, કારણ કે ખૂબ તાપ પડી રહ્યો છે.

→ આજ્ઞાર્થ પછી જો કોઈ ઉપવાકય આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પવિરામ આવે.

→ જુઓ, છોકરાઓ તોફાન કરે છે.

→ અવતરણ ચિહ્ન વાપરતા પહેલાં અલ્પવિરામ આવે છે.

→ રાધાએ કહ્યું, “શ્યામ વિના હું જીવી નહીં શકું”


Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


Post a Comment

0 Comments