ભૂકંપ માપન
ભૂકંપ માપનના બે પ્રકાર પડે છે.
- ભૂકંપની માત્રાની આધારે (Magnitude)
- ભૂકંપની તીવ્રતાની આધારે (Intensity)
ભૂકંપની માત્રાની આધારે
→ અમેરિકન વિદ્વાન ચાર્લ્સ ફ્રાંસિસ રિક્ટર એ ઇ.સ. 1935 માં “ મુક્ત ઊર્જાના માપન” ની પદ્ધતિ શોધી જે તેના નામ પરથી “રિક્ટર અથવા રિચર માપ” (Richter Magnitude Scale) તરીકે ઓળખાય છે.
→ તેમાં 0 થી 9 સુધીનો આંક હોય છે. પછી આગળ કોઈ આંક નહીં , કારણકે લઘુગણકીય (Logarithmic) મુજબ 0 થી 9 આંક હોય છે.
→ તેનું માપન “ભૂકંપ આલેખક યંત્ર” ઉપર કરવામાં આવે છે.
→ અત્યાર સુધી સૌથી મોટી માત્રાનો ભૂકંપ 9.5 રિક્ટર સ્કેલનો નોધાયો છે.
ભૂકંપની તીવ્રતાને આધારે
→ ભૂકંપની તીવ્રતાને પરથી પણ ભૂકંપનું કદ જાણી શકાય છે.
→ ઈ.સ. 1930 ઇટેલિયન ભૂસ્તરશાસ્ત્રી ગીસેપી મરકેલી (Giuseppe Mercalli) એ ભૂકંપની અસર પરથી “ભૂકંપની તીવ્રતા માપ” ની પદ્વતિ વિકસાવી.
→ તેને “ફેરફારવાળી મરકેલી માપ” (Modified Mercalli Scale) કહે છે.
→ તેમાં માપના આંક રોમન આંક I થી XII સુધી રાખવામા આવ્યા છે.જેનો અર્થ આંકની સામે નીચે પ્રમાણે બતાવ્યો છે.
તીવ્રતા | ભૂકંપની અસર |
I – II | ભાગ્યે જ અનુભવાય છે અને સામાન્ય રીતે તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવતો નથી. |
III – IV | વારંવાર અનુભવાય છે. તેનાથી કઈ નુકસાન થતું નથી. |
V – VI | વિસ્તૃત અનુભવાય છે. વસ્તુઓ હાલે છે અને થોડું નુકસાન થાય છે. |
VII | કાચા મકાનોને નુકસાન થાય છે. |
VIII | પાકા મકાનોને નુકસાન થાય છે. |
IX –X | ભૂસ્ખલન થાય છે અને વધારે નુકસાન થાય છે. |
XI | સંપૂર્ણ નુકસાન કે વિનાશ થાય છે. ધરતી ધ્રૂજતી દેખાય છે. |
XII | વિશાળ વિસ્તારમાં સંપૂર્ણ નુકસાન થાય છે. તેમજ વસ્તુઓ પણ હવામાં ફેંકાય છે. |
0 Comments