વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.
વર્ષ 1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના અધિકાર, જવાબદારીઓ, વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે વર્ષ 1994માં 100 દેશોના સમર્થન સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.
World teacher's Day theme :
“Teachers at the heart of education recovery”.
ભારતના પ્રસિધ્ધ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્રી, તત્ત્વચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં "રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે.
0 Comments