વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિ : (Chairman & Deputy Chairman of Council)
અનુચ્છેદ 182:
➡️વિધાનસભાના સભાપતિ અને ઉપસભાપતિના હોદ્દાની જોગવાઈ.
➡️ વિધાનસભા પરિષદ ધરાવતાં રાજ્યોમાં વિધાનપરિષદના સભ્યો પોતાનામાંથી જ બે સભ્યોને સભાપતિ અને ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢે છે.
અનુચ્છેદ 183 :
➡️ વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિને પરિષદમાં તે સમયે હાજર કરેલા તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા ઓછામાં ઓછા 14 દિવસની નોટીસ આપી હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
➡️ આ ઉપરાંત નીચેના કારણોથી તેમનું પદ ખાલી પડી શકેછે.
➡️ તેઓ વિધાનપરિષદના સભ્ય ન રહ્યા હોય.
➡️સ્વેચ્છાએ સભાપતિ ઉપસભાપતિને અને ઉપસભાપતિ સભાપતિને પોતાનું રાજીનામું આપે.
➡️ વિધાનપરિષદના તત્કાલીન સભ્યોના બહુમતિથી પસાર કરેલ ઠરાવદ્વારા જેની સભાપતિ/ઉપસભાપતિને 14દિવસપૂર્વે નોટીસ પાઠવવામાં આવી હોય.
અનુચ્છેદ 184
➡️ જ્યારે સભાપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે ઉપસભાપતિ અને ઉપસભાપતિનો હોદ્દો પણ ખાલી હોય ત્યારે રાજ્યપાલ પરિષદમાંથી જેને નક્કી કરે તે સભ્ય સભાપતિ તરીકેની તમામ ફરજો નિભાવશે.
➡️પરિષદની કોઈ બેઠકમાં જ્યારે સભાપતિ ગેરહાજર હોય ત્યારે ઉપસભાપતિ અને ઉપસભાપતિ પણ ગેરહાજર હોય તો પરિષદના નિયમો દ્વારા નક્કી કરાયેલા સભ્ય અને જે તે પણ ગેરહાજર હોય તો પરિષદ નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે ફરજ બજાવશે.
અનુચ્છેદ 185
➡️ વિધાનપરિષદમાં જ્યારે સભાપતિને હોદ્દા પરથી દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય, ત્યારે તે વિધાનપરિષદમાં બોલી શકે છે તથા કોઈ અન્ય કાયવાહીમાં ભાગ લેવાનો તથા ગૃહના સભ્ય તરીકે મતદાનમાં ભાગ લેવાના અધિકાર રહેશે. પરંતુ તેમને નિર્ણાયક મત આપવાનો અધિકાર રહેશે નહીં.
પગાર અને ભથ્થાઓ
અનુચ્છેદ 186 :
➡️ વિધાનસભા અધ્યક્ષ અને વિધાનપરિષદના સભાપતિનો પગાર રાજ્યની સંચિતનિધિ(સ્થાયી ભંડોળ- એકત્રિત ફંડ) પર ભારિત છે. જેના પર મતદાન થઈ શકતું નથી.
➡️બંધારણની અનુસૂચિ-2માં સૂચવ્યા મુજબ વિધાનસભાના અધ્યક્ષ / ઉપાધ્યક્ષ અને વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિને રાજ્ય વિધાનમંડળ દ્વારા કાયદાથી નક્કી કરેલ પગાર ચૂકવવામાં આવે છે.
0 Comments