નેટવર્ક ટોપોલોજી (Network Topology)
➡️ LAN (Local Area Network) માં ભાગ લેતા વિવિધ કમ્પ્યૂટર એક-બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તે વ્યવસ્થાને નેટવર્ક ટોપોલોજી (Network Topology) કહેવામાં આવે છે.
➡️ બસ,રીંગ મેશ, સ્ટાર,ટ્રી તથા હાઇબ્રીડ વગેરે પ્રકારની ટોપોલોજી પ્રચલિત છે.
➡️ આજ-કાલ મોટાભાગના કમ્પ્યુટર નેટવર્કમાં સ્ટાર ટોપોલોજી વધુ પ્રમાણમાં જોવામાં આવે છે.
⭐️ બસ ટોપોલોજી (Bus Topology)
➡️ આ પ્રકારની ટોપોલોજી પહેલાના સમયમાં ખૂબજ પ્રચલિત હતી.
➡️ આમાં બધાજ કમ્પ્યૂટર એક મુખ્ય કેબલ (Bus) સાથે જોડાયેલ હોય છે. (જે રીતે સોસાયટીમાં પાણીની પાઇપ દરેક ઘર સાથે જોડાયેલ હોય છે, તે સમયે Co kia cableનો ઉપયોગ વધુ પ્રચલિત હતો.
➡️ Bus Topologyમાં એક વિશિષ્ટ પ્રકારનું ડિવાઈસ જેને મધ્યસ્થ નિયંત્રક (Central Controller) કહેવાય છે, તે પણ જોડાયેલું હોય છે.
➡️ નેટવર્કમાં કોઇપણ બે કમ્પ્યુટર જયારે એક બીજા સાથે ડેટાનું પ્રત્યાયન કરવા ઇચ્છતા હોય ત્યારે તે બન્ને કમ્પ્યુટર વચ્ચે પથ રચવાનું કાર્ય Central Controllerનું છે.
➡️ આ પ્રકારની વ્યવસ્થામાં કોઇપણ સમયે ફકત બે કમ્પ્યૂટર Communicate કરી શકે છે તેમજ કમ્પ્યૂટરની સંખ્યા વધતા નેટવર્કનું કાર્ય ધીમી ગતિએ ચાલે છે.
➡️ નાના નેટવર્કો માટે આ ટોપોલોજી વધુ પ્રમાણમાં સારી અસરકારકતા સાથે વપરાય છે.
➡️બસ ટોપોલોજીમાં ઘટકોને જોડવા માટે T - Connectors ઉપયોગ થાય છે.
➡️ જો મુખ્ય વાયર (bus)ને ક્ષતિ પહોંચે તો સંપૂર્ણ નેટવર્ક બંધ થઇ શકે છે.
⭐️ રીંગ ટોપોલોજી (Ring Topology)
➡️ આ ટોપોલોજીમાં દરેક કમ્પ્યૂટર વર્તુળાકાર રીતે એક-મેક સાથે Connect થયેલા હોય છે.
➡️ આ પ્રકારની રચનાને લૂપ (Loop) પણ કહેવામાં આવે છે.
➡️ આ પ્રકારની ટોપોલોજીમાં બંધ લૂપ સ્વરૂપે દરેક કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલ હોય છે જ્યારે અંતિમ પ્રથમ કમ્પ્યુટર સાથે જોડાઈને સંપૂર્ણ રીંગ પ્રકારની રચના કરે છે. Token Ring Topology તરીકે ઓળખવામાં આવે છે.
➡️ Ring Topologyમાં ડેટાનું પ્રત્યાયન વર્તુળમાં ફકત એકજ દિશામાં થઇ શકે છે.
➡️ કોઇપણ સમયે ફકત બે કમ્પ્યુટર વચ્ચે ડેટાનું પ્રત્યાયન થઇ શકે છે તેમજ એક સાથે બેથી વધુ કમ્પ્યુટર ડેટાનું પ્રત્યાવન કરી ન શકે તે માટે ટોકન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
➡️ ટોકન વ્યવસ્થામાં દરેક કમ્પ્યુટરને ચોક્કસ સમય માટે વારાકુરની ટોકન આપવામાં આવે છે.
➡️ જે કમ્પ્યૂટર પાસે ટોકન હોય ફકત તે જ કમ્પ્યૂટર અન્ય કમ્પ્યુટરને ડેટા મોકલી શકે છે.
➡️ Ring Topologyમાં પણ નેટવર્ક ધીમી ગતિથી કાર્ય કરતું હોય છે.
➡️ તેમજ જો ક્ષતિ પહોંચે તો સંપૂર્ણ નેટવર્ક બંધ પડી જાય છે.
⭐️ મેશ ટોપોલોજી (Mesh Topology)
➡️ મેશ ટોપોલોજીમાં દરેક કમ્પ્યુટર અન્ય બધી કમ્પ્યૂટર સાથે જોડાયેલા હોય છે.
➡️ દરેક કમ્પ્યુટર અન્ય કમ્પ્યૂટર સાથે અલગ અલગ વાયર દ્વારા જોડાયેલ હોય છે.
➡️ આ પ્રકારની ટોપોલોજીમાં વિશેષ પ્રકારના Network Card ની જરૂર પડતી હોય છે કે જેમાં એકથી વધુ વાયરને જોડી શકાય.
➡️ Mesh Topologyનું અમલીકરણ ખૂબજ અઘરું છે. તેમજ જેમ વધુ કમ્પ્યુટરને જોડવાનો પ્રયત્ન કરવા તેમ વધુને વધુ કેબલની જરૂરિયાત પડે છે.
⭐️ સ્ટાર ટોપોલોજી (Star Topology)
➡️ આ પ્રકારની ટોપોલોજીમાં દરેક કમ્પ્યુટર એક વિશિષ્ટ પ્રકારના ડિવાઈસ સાથે જોડાયેલ હોય છે.
➡️ આ ડિવાઈસ હબ કે સ્વીચ હોય શકે છે.
➡️ હબ/સ્વીચ નિયંત્રક જેવું કાર્ય કરે છે.
➡️ આ પ્રકારની ટોપોલોજીમાં દરેક નોડ્સએ કોઈ એક સેન્ટ્રલ ડિવાઈસ સાથે પોઈન્ટટુ પોઈન્ટ જોડાણ દ્વારા જોડાયેલા હોય છે.
➡️ આ સેન્ટ્રલ ડિવાઈસને હબ (Hub) કે સ્વિચ (Switch) કહેવામાં આવે છે.
➡️ દરેક કમ્પ્યૂટર એક-બીજા સાથે હબ અથવા સ્વીચ સાથે જોડાયેલા હોય છે તેમજ ડેટાનું પ્રત્યાયન પણ તેના દ્વારા થતુ હોય છે.
➡️ આજકાલ મોટાભાગનાં નેટવર્કમાં Star Tapologyનો ઉપયોગ વધુ જોવામાં આવે છે.
➡️મુખ્યત્વે સ્વીચનો ઉપયોગ થતો હોય છે તેમજ UT Cable દ્વારા બધા કમ્પ્યુટરને સ્વીચ સાથે Connect કરવામાં આવે છે.
➡️ હબ અથવા સ્વીચ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોવાને લીધે તેમજ નેટવર્ક ઝડપી ગતિથી કાર્ય કરતું હોવાથી આ ટોપોલોજી વધુ પ્રચલિત થઇ છે.
➡️ Star Topology નો મુખ્ય ફાયદો એ છે કે જો કોઇ Cable ને ક્ષતિ પહોંચે તો ફકત એક કમ્પ્યુટર નેટવર્કથી Disconnect થઇ જાય છે જયારે અન્ય કમ્પ્યુટર નેટવર્કમાં કાર્ય કરતા રહે છે.
➡️ પરંતુ જો હબ અથવા સ્વીચ બંધ પડી જાય તો સમગ્ર નેટવર્ક કાર્ય કરતું બંધ થઇ શકે છે.
➡️ સ્ટાર ટોપોલોજીને સ્વિચ ટોપોલોજી પણ કહે છે.
⭐️ ટ્રી ટોપોલોજી (Tree Topology)
➡️ જયારે કમ્પ્યુટરની ગોઠવણી શ્રેણીબદ્ધ વૃક્ષનો આકાર લે ત્યારે ટ્રી ટ્રોપોલોજીની રચના કહેવાય.
➡️ આ પ્રકારની રચના માટે કયારેક એકથી વધુ ટોપોલોજીનો પણ ઉપયોગ થાય છે.
➡️ જયારે વધુ સંખ્યામાં કમ્પ્યૂટરને નેટવર્ક સાથે જોડવા હોય ત્યારે Tree Topology દ્વારા આ કાર્ય સરળતાથી થઇ શકે છે.
➡️ ટોપોલોજીને "Hierachical Topology” તેમજ “Extended star topology". પણ કહે છે.
➡️WAN એટલે Wide Aria Network માં આ પ્રકારની ટોપોલોજીનો use થાય છે.
⭐️ હાઈબ્રીડ ટોપોલોજી (Hybrid Topology)
કયારેક એકથી વધુ ટોપોલોજી દ્વારા નેટવર્ક રચનામાં આવે છે.
અલગ અલગ LAN ને જોડવાથી એક મોટું નેટવર્ક બને છે જેમાં દરેક LAN ની અલગ ટોપોલોજી હોય શકે છે.
આવા સંજોગોમાં કે જયારે અનેક ટોપોલોજીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે હાઈબ્રીડ ટોપોલોજી કહેવાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇