Waterfalls of Gujarat | ગુજરાતનાં ધોધ
ગુજરાતનાં ધોધ
→ ધોધ એટલે કે પાણીનો ઉપરથી નીચે પડતો પ્રવાહ.
ગિરા ધોધ
→ સાપુતારામાં આવેલો ગિરા ધોધ વધાઈ ગામથી 3 કિલોમીટર દૂર આવેલો છે.
જમજીર ધોધ
→ આ ધોધ જુનાગઢ પાસે જામવાલા ગામમાં આવેલો છે.
→ ધોધની ઊંચાઈ : 40 ફૂટ
→ આ ધોધનું પાણી શિંગોડા નદીમાં વહે છે.
નિનાઈ ધોધ
→ આ ધોધ નર્મદા જિલ્લાના નર્મદા નદી પર આવેલો છે.
→ આ સ્થળની આસપાડ્સ સુંદર જંગલો આવેલા છે.
→ ધોધની ઊંચાઈ : આશરે 30 ફૂટ
ઝરવાણી ધોધ
→ આ ધોધ વડોદરા શહેરના થાવડિયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દૂર આવેલો છે.
→ શૂલપાણેશ્વર વન્યજીવ આભ્યારણ્યમાં અંદર આવેલું છે.
Also Read : ભારતના મુખ્ય જળધોધ
હાથણી ધોધ
→ આ ધોધ પંચમહાલ જીલ્લામાં આવેલો છે.
→ આ ધોધ વડોદરા શહેરથી 70 કિલોમીટર દૂર આવેલો છે.
→ આ ધોધ જાંબુઘોડાથી 12 કિલોમીટર દૂર આવેલો છે.
→ જાંબુઘોડામાં અભ્યારણ્યમાં વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ખીણો આવેલા છે જે આ ધોધની સુંદરતમાં વધારો કરે છે.
ગિરમાળ ધોધ
→ રાજ્યનો સૌથી ઊંચો આ ધોધ ડાંગમાં સુબીરથી શિંગાણા રોડ પર આવેલો છે.
→ ઊંચાઈ : 120 ફૂટ
→ આ ધોધ ગિરા નદી પર આવેલો છે.
→ સુબીર તાલુકાનું છેલ્લું ગામ એટલે ગિરમાળ
→ આ વિસ્તારમાં પક્ષીઓ, ખાસ કરીને ઘુવડની અલાયદી પ્રજાતિ પણ જોવા મળે છે.
ઝાંઝરી ધોધ
→ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.
→ આ ધોધ અમદાવાદથી 60 કિલોમીટર દૂર આવેલો છે.
→ બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે.
→ આ ધોધ વાત્રક નદી પર આવેલો છે.
→ આ સ્થળે ગંગામાતાનું મંદિર આવેલ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો.
જોડિયા ધોધ
→ વલસાડ જીલ્લામાં ધરમપુર નજીક આ ધોધ આવેલો છે.
→ ધરમપુરથી બરૂમાળ અને વિલ્સન હીલ જવાના રસ્તે માત્ર બાર જ કી.મી. દૂર બીલપુડી ગામ નજીક આ ધોધ આવેલો છે.
બીજા અગત્યના ધોધ
→ કુનીયા મહાદેવ ધોધ : પાવાગઢ, પંચમહાલ
→ મચ્છુ ધોધ : મોરબી
→ બરડા ધોધ : ચંખાઇ- આહવા
→ નિનાઇ ધોધ : નર્મદા જિલ્લા
→ શિવ ધોધ : આહવા
→ ચીમર ધોધ : સોનગઢ , તાપી
→ શંકર ધોધ : વિલ્સન ટેકરી, ધરમપુર
0 Comments