જન્મ :- ૭ મે ૧૮૬૧, કોલકાતા
મત્યુ :- ૭ ઓગસ્ટ ૧૯૪૧
લગ્ન :- ૯ ડિસેમ્બર ૧૮૮૩માં લગ્ન મૃણાલિની દેવી (જન્મ ભબતારીની, ૧૮૭૩-૧૯૦૦) સાથે થયા.
વયવસાય :- તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા.
તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.
બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.
16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી.
તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877માં લખ્યા.
1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.
14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને 1913નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું.
1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.
1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.)
પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો.
ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.
ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું.
તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.
0 Comments