Ad Code

Responsive Advertisement

GK - 52


મહાત્મા ગાંધીજીની આત્મકથા "સત્યના પ્રયોગો" માંથી


  • આચાર્ય કૃપલાણી ક્યાંની કોલેજમાં પ્રોફેસર હતા?
  • મુઝફ્ફરપુર

  • ચંપારણમાં ગળીની ખેતી કરવામાં પુરુષોની , સ્ત્રીઓની અને બાળકોની અનુક્રમે મજૂરી કેટલી હતી?
  • 10 , 6 અને 3 પૈસા

  • તીન કઠિયા કાયદો તૂટવામાં ગાંધીજી કોનો બહુ મોટો ભાગ હોવાનું જણાવે છે.
  • એડવર્ડ ગેઇટ

  • ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસુલી માફી બાબતે ગાંધીજીને કોનો કાગળ મળ્યો હતો?
  • મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ*

  • જ્યારે કોચરબમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે ગાંધીજીએ આશ્રમની જોઈતી જમીન તરત શોધી લાવાનું કોણે કહ્યું હતું?
  • પૂંજાભાઈ હિરાચંદ*

  • અમદાવાદ મિલ મજૂરોની હળતાલ કેટલા દિવસ ચાલી હતી?
  • 21

  • અમદાવાદ મીલ મજૂરોની હળતાળમાં ગાંધીજીએ કેટલા ઉપવાસ કરવા પડ્યા હતા?
  • 3

  • ખેડા સત્યાગ્રહ કરવાનું કારણ શું હતું?
  • પાક ચાર આણી કે તેથી ઓછો હોય તો તે વર્ષને માટે મહેસુલ માફ થવું જોઈએ. પણ સરકારના અમલદારોની આંકણી ચાર આણી કરતા વધારે હતી.

  • ખેડા સત્યાગ્રહનો ઈતિહાસ કોને લખ્યો છે?
  • શંકરલાલ પરીખ

  • ખેડા સત્યાગ્રહ વખતે જમીનનું મહેસૂલ ભરવાનું ન હતું પરંતુ કયા વ્યક્તિએ તેમની જમીન ઉપર રહેતા માણસે મહેસુલ ભરવાથી તેમને પોતાની બધી જમીન કોમને આપ દઈને પોતાના માણસથી થયેલા દોષનું પ્રાયશ્ચિત કર્યું હતું?
  • શંકરલાલ પરીખ

  • ખેડા સત્યાગ્રહ વખતે કયા અંગ્રેજ અધિકારીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા હતા?:
  • લોર્ડ ચેમ્સફર્ડ

  • ગાંધીજીએ રંગરૂટની ભરતી ક્યાં કરી હતી?
  • ખેડા

  • ગાંધીજીને મરડો થયો ત્યારે તેઓ હિંમત હારી ગયા હતા ને ગાંધીજીને એમ લાગ્યું કે તેઓ હવે મૃત્યુ પામશે ત્યારે કોણે ગાંધીજીની નાડી તપાસીને કહ્યું હતું કે 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો નથી.નાડી સાફ છે.તમને કેવળ નબળાઈને લીધે માનસિક ગભરાટ છે.'?
  • દાક્તર કાનૂગા

  • ગાંધીજી 'આઈસ દાક્તર' ઉપનામથી કોણે બોલાવતા?
  • ડૉ. કેળકર (મહારાષ્ટ્રના હતા)

  • ગાયભેંસ ઉપર કઈ ક્રિયા થતી હોવાથી ગાંધીજીએ દુધનો ત્યાગ કર્યો હતો?
  • ફુક્કાની*

  • ગાંધીજીને રાજગોપાલાચાર્યનો પહેલો પરિચય ક્યારે થયો હતો?
  • રોલેટ બિલ પસાર કરતા

  • "તમારે રાજગોપાલાચાર્યનો પરિચય કરી લેવો જોઈએ" આવું ગાંધીજીને રોલેટ બિલ વખતે કોણે કહ્યું હ?
  • મહાદેવભાઈ દેસાઈ

  • રોલેટ બિલ વખતે મદ્રાસમાં ગાંધીજી કોના ઘરે ઉતર્યા હતા?
  • કસ્તુરી રંગા આયંગર

  • મુંબઈની હડતાલ વખતે ગાંધીજીને સ્વદેશીની અને હિન્દુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવાની સૂચના કોણે કરી હતી?
  • વિઠ્ઠલદાસ જોરાજાણી

  • ગાંધીજીના 'હિન્દ સ્વરાજ' અને 'સર્વોદય' પુસ્તકોની કિંમત શુ હતી?
  • ચાર આના

  • સત્યના પ્રયોગો આત્મકથામાં 'ઠાકુરદ્વાર' ને બદલે 'માધવબાગ' વાંચવું. આ ગાંધીજીની ભૂલ કોણે સુધરાવી હતી?
  • મથુરદાસ ત્રિકમજીએ

  • કાયદાનો સવિનય ભંગમાં ગાંધીજીએ 'પહાડ જેવડી ભૂલ' શબ્દપ્રયોગ પ્રસિદ્ધ પામ્યો હતો. આ શબ્દનો પ્રયોગ ગાંધીજીએ ક્યાં કર્યો હતો?
  • નડિયાદમાં

  • કયા છાપા મારફત ગાંધીજીએ સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો?
  • યંગ ઇન્ડિયા

  • પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો તેના માટે ગાંધીજી જવાબદાર છે એવું કોણે કહ્યું હતું?
  • માઈકલ એડવાયર

  • જલિયાંવાલા પ્રકરણ પછી ગાંધીજી પંજાબ ગયા ત્યારે તેમનો ઉતારો કોને ત્યાં હતો?
  • :પંડિત રામભજદત્ત

  • :ગાંધીજી પંડિત મોતીલાલ નિકટ ક્યાં આવ્યા હતા?
  • લાહોરમાં

    Post a Comment

    0 Comments