Ad Code

Gujarati Vyakaran


અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...


  • પૂર્ણ વિરામ = .

  • પરીક્ષામાં ચોરી કરશો નહીં.

  • અલ્પવિરામ = ,

  • તમે એક કામ કરો, ચૂપ રહો.

  • અર્ધવિરામ ચિન્હ = ;

  • એ હોશિયાર છે; એને ચિંતા શેની?

  • ગુરુવિરામ ચિન્હ = :

  • ધર્મ એક જ છે: માનવધર્મ.

  • પ્રશ્નચિન્હ = ?

  • પાસ તો થવાશે સ્નેહની પરીક્ષામાં?

  • ઉદ્દગારચિહ્ન અથવા આશ્ચર્યચિન્હ = !*

  • મારા પર એટલી દયા કરો !

  • વિગ્રહરેખા = -

  • વડલા-શી શીતળ એમની છાયા અમે મન ભરીને માણી છે.

  • ગુરુરેખા = ―

  • મનને શાંત રાખવા એમના બે પ્રયાસ ― એક પ્રેમ અને એક સ્નેહ.

  • અવતરણચિન્હો = "-----" અથવા '-----'

  • એમણે મને કહ્યું, "હું તમને ઓળખું છું."

  • ત્રણ ટપકા = . . .

  • હું તો તમને શું કહું? તમે . . .

  • કૌંસ= (_) અથવા [_] અથવા {___}

  • બધાએ આપેલા જવાબોમાં આ જવાબ (વિશાલે) ઉત્તમ છે.

  • તિર્યક ચિન્હ = /

  • લાલ અને / અથવા લીલો રંગ એને બહુ ગમે છે.

  • કાકપદચિન્હ = ^

  • આવ્યા તમે આવતાં તો ^ પણ પછી પસ્તાયા, ખરું ને?

  • એજન ચિન્હ = ”

  • એમણે મને શીખવ્યું કે કેમ જીવવું. " " " કે આમ, ના જીવાય.

  • ૧૫. ફૂદડી = **

  • મોટે ભાગે અંક વાળા એક જ પૃષ્ઠ પર એક થી વધારે વખત કૂદડી આવે ત્યારે ગોટાળો થઈ જાય છે. અને અત્યારે મોટા ભાગે ફુદડીના વિકલ્પે ÷ + × જેવા ચિહ્નનો ઉપયોગ થાય છે.

  • લોપચિન્હ = '

  • ગાંધીજીનો જન્મ ૦૨-૧૦-'૬૯ના રોજ થયો હતો.

    Post a Comment

    0 Comments