→ તેમને પ્રાથમિક શિક્ષણ માંગરોળ અને મોરબીમાંથી તથા માધ્યમિક શિક્ષણ રાજકોટની કાઠિયાવાડ હાઈસ્કૂલમાંથી લીધું હતું.
→ તેમણે વર્ષ 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને મોરલ ફિલોસોફી વિષયો સાથે બી.એ.ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે સુરતમાં શિક્ષક તરીકે સેવા આપી હતી ત્યારબાદ વર્ષ 1890-98 સુધી વડોદરા ક્લાભવનમાં અધ્યાપક તરીકે રહ્યા હતાં.
→ તેમણે વર્ષ 1898માં ભાવનગરના મહારાજા ભાવસિંહજીને ત્યાં કેળવણી ખાતાના અધિકારી તરીકે કામ કર્યુ હતું.
→ તેમણે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો પરંતુ પાછળથી કરી હિન્દુ ધર્મમાં પાછા ફર્યા હતાં અને તેમણે હિંદી સ્વિડનબોર્ગ સોસાયટીની સ્થાપના કરી હતી.
→ તેમણે ધ હાર્ટ ઓફ ઇન્ડિયા નામનું સામાયિક ચલાવ્યુ હતું.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત મારી કિસ્તી કાવ્ય દ્વારા કરી હતી જે વર્ષ 1886માં બુદ્ધિપ્રકાશ માસિકમાં પ્રકાશિત થતા તેમને ખૂબ પ્રશંસા મળી હતી.
→ તેમણે કાન્ત ઉપનામે વસંત વિજય, ચક્રવાક મિથુન, અતિજ્ઞાન જેવા ગુજરાતી ભાષાના અદભૂત ખંડકાવ્યો લખ્યા છે.
→ સિદ્ધાંતસારનું અવલોક્ન એ તે તેમની એક વિશિષ્ટ અને વિરલ કૃતિ છે.
→ તેમણે કવિ ક્લાપીના મૃત્યુ બાદ વર્ષ 1903માં ક્લાપીનો કેકારાવનું પ્રકાશન કર્યુ હતું.
→ તેમનું રોમન સ્વરાજ નાટક જાલીમ દુનિયા નામે રંગભૂમિ પર પ્રસિદ્ધ થયું હતું. તેમની પ્રસ્થાન નામની આત્મકથાત્મક અધૂરી ટૂંકી નોંધ છે.
→ પૂર્વાલાપ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે, જે તેમના મૃત્યુના દિવસે પ્રગટ થયો હતો.
→ તેમણે કવિવર ન્હાનાલાલને ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ કહીને બિરદાવ્યા હતા.
→ કાન્તનું સર્જન મહાકાવ્યની વિપુલતાને પામ્યું નથી, પણ મહાકાવ્યની પ્રતિભા તો રહેલી જ છે - સુંદરમ્
0 Comments