રાષ્ટ્રપતિ : રામનાથ કોવિંદ
રામનાથ કોવિંદ નો જન્મ ૧ ઓટોબર ,૧૯૪૫ ના રોજ પરૌંખ ગામ, કાનપુર જીલ્લો , ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓ ભારતના ૧૪ માં રાષ્ટ્રપતિ છે.
તેમને અભ્યાસ બી. કોમ., એલએલબી કર્યો.
તેમને ૧૬ વર્ષ સુધી વકીલાત કરી હતી.
વર્ષ ૧૯૭૭ થી વર્ષ ૧૯૭૯ સુધી દિલ્હી હાઇકોર્ટમાં અને વર્ષ ૧૯૮૦ થી વર્ષ ૧૯૯૩ સુધી સુપ્રીમમાં કેન્દ્રની સ્ટેન્ડીગ કાઉન્સીલના સભ્ય હતા.
વર્ષ ૧૯૯૧ માં તેઓ ભાજપમાં જોડાયા.
એપ્રિલ ૧૯૯૪ થી માર્ચ ૨૦૦૬ સુધી રાજ્ય સભાના સભ્ય બન્યા હતા.
૮ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ બિહારના રાજ્યપાલ બન્યા હતા.
૨૦ જુન, ૨૦૧૭ ના રોજ તેમને રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું.
૨૫ જુલાઈ, ૨૦૧૭ ના રોજ તેઓ ભારતના બીજા નંબરના દલિત રાષ્ટ્રપતિ બન્યા.
0 Comments
Any suggestions, Please comment Below 👇