નોરતાં નૃત્ય | Norta Nrutya

નોરતાં નૃત્ય
નોરતાં નૃત્ય

→ ઉત્તર ગુજરાતના આદિવાસીઓ આસો સુદ એકમથી નવ દિવસ ઉપવાસ કરી 'નોરતું' નાચે છે.

→ એક વ્યક્તિ લાકડાનું મહોરું પહેરી ગણેશનો વેશ લે છે. તેના હાથમાં લાકડાનું ખાંડું હોય છે. તેને 'બૂટો' કહે છે.

→ નવ લાખ દેવીઓના પ્રતીકરૂપે ચાર પુરુષો દેવીઓનાં સ્વાંગ લે છે. તેને 'રાઇપો' કહે છે.

→ એક ઊંચા જાડા લીલા વાંસની ટોચે દેવીનું ત્રિશૂળ મઢી ધજા ફરકાવે છે, તેને નેજો કહે છે.

→ વાંસના ટોપલાને લાલ કપડાથી મઢી તેમાં મકાઈના દાણા પાથરી દેવીની ચાંદીની મૂર્તિ પધરાવી તેની સન્મુખ ઘીનો દીવો પ્રગટાવે છે. આને નવ લાખ દેવીઓનું પારણું કહે છે.

→ એક વ્યક્તિ તેને નવ દિવસ અખંડ જ્યોત સાથે સાચવે છે. આ નોરતાં સાથે દસથી પંદર ભોપા સાથે રહે છે અને નોરતું નાચવામાં સહભાગી થાય છે.

→ પહેલાં દેવીના સ્થાનકે, પછી ગામમાં ઘેર ઘેર અને અંતે 'સૂડા'ના ગામોમાં 'ઢમસળીઓ' (ઊભો) ઢોલ વગાડી નોરતું રમવાની શરૂઆત કરે છે.

→ 'રાઇપો' અને ભોપા મૂળ સ્થાન પર ફરીને પગનો ઠેકો લે છે અને જોરથી ‘ફોઈ રે ફોઈ' બોલે છે.

→ 'બૂટો' 'રાઈપો'ની વચ્ચે માથું હલાવી ખાંડા (તલવાર)ની મદદથી નાચે છે. તે વિધ-વિધ પ્રકારે અવળું નાચીને બધાને હસાવે છે. આ પછી દરેક જણ એકબીજાની બગલમાં હાથ નાખીને ગોળાકારે સાંકળ બનાવે છે અને વર્તુળાકારે જોરથી ફરીને નાચે છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments