વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)
→ યુનાઈટેડ નેશન્સ અને યુનેસ્કો દ્વારા દર વર્ષે 3 મેના રોજ " વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ” અથવા તો “પ્રેસ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે.
→ સમગ્ર વિશ્વમાં પ્રેસની સ્વતંત્રતા અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ યુનેસ્કોની જનરલ કોન્ફરન્સની ભલામણ બાદ ડિસેમ્બર, 1993માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.
આ અંતર્ગત વર્ષ 1994થી દર વર્ષે 3 મેના રોજ આ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
→ વર્ષ 2026ની 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે'ની થીમ : 'Shaping a Future at Peace : Promoting Press Freedom for Human Rights, Development, and Security'
→ વર્ષ 2026 “વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ'ના યજમાન દેશ તરીકે ઝામ્બિયાની પસંદગી કરવામાં આવી હતી.
→ Reporters Without Border દ્વારા વર્ષ-2002થી દર વર્ષે આ ઈન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે. પેરિસ સ્થિત રિપોર્ટર્સ સેન્સ ફ્રન્ટિયર્સ (RSF) અથવા રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એ સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન કાઉન્સિલ અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ફ્રાન્કોફોનિ (OIF) માટે સલાહકારને દરજ્જો ધરાવતી સ્વતંત્ર બિન-સરકારી સંસ્થા છે.
→ નોંધનીય છે કે OIF એ ફ્રેન્ચ ભાષી રાષ્ટ્રનું જૂથ છે.
→ આ ઈન્ડેક્સમાં પત્રકારોને મળતી સ્વતંત્રતાને આધારે 180 દેશોને રેન્ક આપવામાં આવે છે.
→ ઈન્ડેક્સનું રેન્કિંગ 0 થી 100 સુધીના સ્કોર પર આધારિત છે, જેમાં 100 ઉચ્ચત્તમ સ્કોર અને 0 સૌથી ખરાબ સ્કોરનું પ્રતિનિધિત્વ કરે છે.
→ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે.
→ Reporters without Borders દ્વારા તાજેતરમાં 'World Press Freedom Index 2026' પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં કુલ 180 દેશોમાં ભારત 157મા ક્રમે છે. આ અગાઉ વર્ષ 2025માં આ ઈન્ડેક્સમાં ભારત 151મા ક્રમે હતું. તથા વર્ષ 2024માં 159મા ક્રમે હતું.
→ વર્ષ 2026મા પ્રસિદ્ધ થયેલા આ ઈન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે નોર્વે સતત દસમાં વર્ષે આ ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે.
→ નોર્વે બાદ નેધરલેન્ડ બીજા ક્રમે અને એસ્ટોનિયા ત્રીજા ક્રમે છે.
0 Comments