FATF | Financial Action Task Force


123

→ FATF એ એક ઈન્ટર ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે.

→ FATFનું પૂરું નામ : 'Financial Action Task Force'

→ કાળા નાણાંને કાયદેસર બનતા રોકવા (મની લોન્ડરિંગ) માટે નીતિઓ ઘડવા માટે પેરિસમાં G7 સમિટ દરમિયાન 1989માં તેમની સ્થાપના કરવામાં આવી હતી.

→ ત્યારબાદ તેના કાર્યક્ષેત્રમાં વધારો કરીને આતંકવાદને નાણાકીય મદદ મળતી બંધ થાય તે માટે નીતિઓ બનાવવાની જવાબદારીઓ પણ તેને સોંપવામાં આવી હતી.

→ તેનું સચિવાલય OECD (Organisation For Economic Co-Operation and Development)ના વડામથકમાં ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે.

→ FATF એવા દેશોને જવાબદાર ઠેરવે છે. જે FATF ધોરણાનું પાલન કરતા નથી.

→ જો કોઈ દેશ વારંવાર FATF ધોરણોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો તેને ઉચ્ચ-જોખમ અધિકારક્ષેત્ર તરીકે ઓળખાવી શકાય છે. તેને 'ગ્રે લિસ્ટ' અને 'બ્લેક લિસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે.


FATF બ્લેક લિસ્ટ શું છે?

→ બિન-સહકારી દેશો અથવા પ્રદેશો તરીકે ઓળખાતા દેશોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે છે.

→ આ દેશો આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.

→ FATF નિયમિતપણે બ્લેકલિસ્ટમાં સુધારો કરે છે, એન્ટ્રિઓ ઉમેરે છે અથવા કાઢી નાખે છે.



FATF ગ્રે લિસ્ટ શું છે ?

→ જે દેશોને આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગને ટેકો આપવા માટે સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે. તેમને FATF ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે.

→ આ સમાવેશ દેશ માટે ચેતવણી તરીકે કામ કરે છે કે તે બ્લેક લિસ્ટમાં દાખલ થઈ શકે છે.



→ Facebbok Page Click


Post a Comment

0 Comments