→ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું વિશ્વ વિખ્યાત નૃત્ય માંડવા નૃત્ય છે.
→ વડોદરા જિલ્લાના તડવીઓમાં આ નૃત્ય જાણીતું છે.
→ આવું નૃત્ય ડાંગના આદિવાસીઓ અને ખાખરિયા ટપ્પાના ઠાકોરોમાં પણ જોવા મળે છે.
→ આ નૃત્ય હોળી અને ડાંગ દરબાર પ્રસંગે થાય છે.
→ માંડવા નૃત્યમાં સ્ત્રી-પુરુષોનું ઐક્ય અદ્દભુત હોય છે.
→ સ્ત્રી-પુરુષો એકબીજાની કમરે હાથ ભરાવી પૂરી ઊર્જા સાથે ઝડપથી વર્તુળાકારે નૃત્ય કરે છે.
→ આ સમયે નૃત્યના અનેક 'ચાળા' બદલાયા છે. આ પછી સ્ત્રીઓ અને પુરુષો એકબીજાના ખભા પર ચડી ચાર માળનો માંડવો રચી વર્તુળાકારે નૃત્ય કરે છે. વાદ્યોના સ્વરો ઝડપી અને તીવ્ર બને છે.
→ નૃત્ય પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે સૌથી ઉપર રહેલી સ્ત્રી એકઠા થયેલા સમુદાયને પ્રણામ કરે છે.
0 Comments