ડુંગરદેવ નૃત્ય/ભાયા નૃત્ય | Bhaya Nrutya / Dungardev Nrutya

ડુંગરદેવ નૃત્ય/ભાયા નૃત્ય
ડુંગરદેવ નૃત્ય/ભાયા નૃત્ય

→ ડુંગરદેવની પૂજા સમયે આદિવાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

→ આ ઉપરાંત માગશર માસમાં ડુંગરદેવની પૂજાપ્રસંગે ભાયા નૃત્ય રજૂ કરવામાં આવે છે.

→ ડાંગના પ્રકૃતિપૂજક આદિવાસીઓ ચોમાસું પાક અને ગામનાં ઢોરઢાંખર કે રોગચાળો ન આવે તે માટે ડુંગરદેવની પૂજા કરે છે.

→ ડુંગરદેવની પૂજા માટે દરેક ગામડાંના આદિવાસી યુવાનોને સાત દિવસ સુધી ઘરબહાર જંગલમાં રાતવાસો કરવો પડે છે. તેઓ દિવસ દરમિયાન ગામમાંથી ફાળો ઉઘરાવે છે.

→ સાતમા દિવસે નૈવેધ ચડાવી નવો પાક (અનાજ) ઉપયોગમાં લેવા માટે અન્નપૂર્ણાદેવી પાસે આશીર્વાદ મેળવવામાં આવે છે.

→ કુંકણા, વારલી, ભીલ, વગેરે આદિવાસીઓ હાથમાં હાથ મિલાવીને મોકળા મને આ નૃત્યમાં જોડાય છે.

ભાયા કરવા માટે ડુંગરદેવનો પૂજારી હોય છે.

→ ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. તેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે.

→ ડુંગરદેવની પૂજા વખતે કરવામાં આવતાં નૃત્યને પણ ભાયા કહે છે.

→ ભાયા નૃત્ય વખતે પાવરી વાગે છે.

→ પાવરી એ આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય ગણાય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments