ગામિતોનું લોકનૃત્ય | Gamitonu Loknrutya

ગામિતોનું લોકનૃત્ય
ગામિતોનું લોકનૃત્ય

→ સુરત જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વસતાં ગામિત લોકો પાસે લોકનૃત્યની આગવી પરંપરા જોવા મળે છે.

→ સવારના, સાંજના, મધ્યરાત્રિના અને પરોઢના જુદા જુદા નૃત્ય પ્રકારો છે. ગામિતોનાં બધાં મળીને પચાસેક જેટલાં નૃત્ય પ્રકારો છે.

→ એક પાંગડ (કતાર)માં 50 થી 75 લોકો જોડાય તેવી ત્રણ-ચાર પાંગડ એક નાયણખળીમાં નાચે છે.

→ લગ્નપ્રસંગે નાયણખળીમાં ચારપાંચ ડોબરાં અને બે-ત્રણ ઢોલના તાલ સાથે જુવાનિયા અને ઘરડા લોકોના નૃત્યની રમઝટ બોલે ત્યારે રાત કયાં ચાલી જાય છે તેની ખબર પડતી નથી.


→ Facebook Page Click


Post a Comment

0 Comments