સ્ટાર્ટઅપ દિવસ (National Startup Day)

સ્ટાર્ટઅપ દિવસ
સ્ટાર્ટઅપ દિવસ

→ દર વર્ષે ભારતમાં 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ (National Startup Day) તરીકે ઉજવવામાં આવે છે.

→ ઉદ્દેશ્ય : સમગ્ર સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમના હિસ્સેદારોને જોડવાનો અને ભારતમાં ઉધોગ સાહસિકતા અને નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.

→ શરૂઆત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022થી 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક
→ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ 2025, જેને "ઉધમોત્સાવ 2025" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 16 જાન્યુઆરી, 2025 ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે.

→ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ 2025 ની ઉજવણીમાં, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ પોલિસી ફોરમ (SPF) ભારત મંડપમ ખાતે ફલેગશિપ પહેલ 'સ્ટાર્ટઅપ બેઠક' અને 'સ્ટાર્ટઅપ વાતચીત' દ્વારા ઉજવણી થશે.

→ આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને ફાઇનાન્સમાં મુખ્ય નીતિગત મુદ્દાઓને સંબોધવાનો, વૈશ્વિક નવીનતાને આગળ વધારવા,સ્ટાર્ટઅપ્સ માટે નીતિ નિર્માતાઓ અને રોકાણકારો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.

અન્ય માહિતી
→ વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા 16 જાન્યુઆરી, 2016ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ યુવાનોને નવો ઉધોગ શરૂ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો તથા પ્રતિભાશાળી યુવાનો અને નાણાકીય સદ્ધરતા ધરાવતા લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

→ આ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપને પ્રથમ ત્રણ વર્ષ માટે આવકવેરામાંથી મુકિત, પેટન્ટ નોંધણી ફીમાં ઘટાડો તેમજ પ્રથમ ત્રણ વર્ષ માટે કેપિટલ ગેઇન ટેક્ષ (CGT)માંથી મુકિત આપવામાં આવે છે.

→ નવા ઉધોગ સાહસિકો તેમજ રાજયો વચ્ચે સ્ટાર્ટઅપને સ્પર્ધા પૂરી પાડવા માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેS(DPIIT) વિભાગ દ્વારા વર્ષ 2018 થી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે.

→ આ રેન્કિંગમાં વર્ષ 2018, 2019, 2020 અને 2021 માટે ગુજરાત, કેરળ અને કર્ણાટકને સંયુક્ત રીતે બેસ્ટ પર્ફોમન્સની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.

→ વર્ષ 2020થી વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા રોજગાર સર્જન, ઉત્કૃષ્ટ સ્ટાર્ટઅપ્સ અને સક્ષમ ઈકો સિસ્ટમ તૈયાર કરનારની ઓળખ કરવા અને તેમને પુરસ્કૃત કરવા નેશનલ સ્ટાર્ટઅપ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે.

→ આ પુરસ્કાર અંતર્ગત સ્ટાર્ટઅપ્સના સ્થાપકોને 5 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે.

→ વાણિજય અને ઉધોગ મંત્રાલય દ્વારા વર્ષ 2020થી સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

→ આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ ઉધોગના વિકાસ ઉત્પાદનના પરીક્ષણો, બજારમાં પ્રવેશ તથા વ્યાપારીકરણ માટે સ્ટાર્ટઅપને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

→ આ યોજના અંતર્ગત, ઇન્ક્યુબેટર્સ (કાયદા દ્વારા સ્થપાયેલ નાણાકીય સંસ્થા, ખાનગી કંપની અથવા ટ્રસ્ટ) દ્વારા વિવિધ સ્ટાર્ટઅપ્સને આર્થિક સહાય આપવામાં આવે છે. આ માટે વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય દ્વારા ઈન્ક્યુબેટર્સને 5 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે.

→ જાન્યુઆરી, 2021 માં દેશમાં નવીનતા અને પ્રોત્સાહન આપવા માટે તથા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટેના પગલાં અંગે કેન્દ્રને સલાહ આપવા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદ (National Startup Advisory Council) ની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ વાણિજ્ય અને ઉધોગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હોય છે.

→ નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકું મહાકુંભની પાંચમી 7-8 માર્ચ, 2025ના રોજ યોજાશે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments