→ “માતાની પછેડી” એ ગુજરાતી શબ્દ છે જેનો શાબ્દિક અનુવાદ "માતા દેવીની પાછળ' એવો થાય છે.
→ “માતાની પછેડી” એ એક ધાર્મિક વસ્ત્ર છે. તેને “માતાની પછેડી” , "ચંદરવો, "માદરપાટ" કે "પટ" નામે ઓળખવામાં આવે છે.
→ પછેડીએ એક ધાર્મિક કાપડની લોકકલા છે જે કેન્દ્રમાં માતા દેવીને દર્શાવે છે અને તેમની વાર્તાઓ અને દંતકથાઓ કાપડના બાકીના ભાગમાં ભરે છે.
→ 'માતાની પછેડી' આર્ટ કે જે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રહેતા દેવીપૂજક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે.
→ મધ્યકાળમાં શાક્ત સંપ્રદાયની લોક્દેવીઓના મઢો કે ઓરડાની ભીંતોના સુશોભન માટે ચિત્રિત વેષ્ટપટણી શરૂઆત થઇ હતી.
→ માતાની પછેડીઓની પૂજા કરવાની આ પરંપરા 300-400 વર્ષ જૂની છે અને આજે પણ ચાલુ છે.
→ માતાજીની પછેડી તૈયાર કરવા માટે એના ચિતારાઓ માદરપાટ (એક પ્રકરાનું જાડું કાપડ) ઓઅર વચ્ચે માતાજીનું ચિત્ર દોરે છે.
→ ત્યારબાદ આ ચિત્રની આજુબાજુ જગ્યા ભરવા મારે દેવી- દેવતાઓ, રામાયણ- મહાભારતના કથાનકો, રાધાકૃષ્ણની રાસલીલા, ઘોડેસવાર, રાજાની સવારી, પશુપ્રાણીઓની સૃષ્ટિ વગેરેનું સુંદર ચિત્રકામ કરવામાં આવે છે.
→ મૂળ માતાની પછેડીમાં પ્રાકૃતિક ડાઈથી બનેલા બે રંગોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે: કાળો અને ઘેરો લાલ
→ ટેક્સટાઇલ-પેઇન્ટિંગનું આ અનોખું સ્વરૂપ અને પવિત્ર કાપડની બ્લોક પ્રિન્ટિંગ પરંપરા, જે એક સમયે ગુજરાતના અનેક સ્થળોમાં જોવા મળતી હતી, તેને હાલમાં અમદાવાદમાં વસતા દેવીપૂજક સમુદાયના મુઠ્ઠીભર ચિતારાઓ (ચિત્રકારો) દ્વારા જીવંત રાખવામાં આવી છે.
→ ભૂતકાળમાં સૌરાષ્ટ્રના ધોળકા, ધંધુકા નજીકના ગામોમાં અમુક ઉત્પાદન થતું હતું.
→ માતાની પછેડીને ગુજરાતની કલમકારી તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ કલમકારી એ વાંસ ‘કલમ′ (પેન/સ્ટીક) વડે કપાસ અથવા રેશમના કાપડ પર કુદરતી રંગોનો ઉપયોગ કરીને ચિત્રકામ કરવાની પદ્ધતિ છે.
→ આ કલા દ્વારા ચિત્રો બનાવનારા ભાનુભાઇ ચિતારાને ભારત સરકાર દ્વારા વર્ષ 2023નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમજ ભુલાભાઈ ચિતારા શિલ્પ ગુરુ પુરસ્કાર વિજેતા છે અને તેમના પુત્ર ચંદ્રકાંત ચિતારાને પણ શિલ્પ ગુરુ પુરસ્કાર મળ્યો છે.
→ “માતાની પછેડી”ને વર્ષ 2023માં GIટેગ આપવામાં આવ્યો છે.
0 Comments