→ જે ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, તેને ઇનપુટ (નિવેશ) કહેવામાં આવે છે.
→ કમ્પ્યુટર જે પરિણામ આપે છે, તેને આઉટપુટ (નિર્ગમ) કહેવાય છે.
→ જે એકમો નિવેશ અને નિર્ગમનું કાર્ય કરે છે, તેને ઈનપુટ / આઉટપુટ એકમો (ટૂંકમાં I/O એકમો) અથવા પેરિફેરલ્સ (પરિઘીય એકમો peripherals) કહેવાય છે.
ઇનપુટ ડિવાઈસ (નિવેશ એકમ Input Devices):
→ ઇનપુટ ડિવાઇસ એ કમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એક એકમ છે.
→ કી-બોર્ડ અને માઉસ સૌથી વધારે પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે.
→ કમ્પ્યુટર સાથે વપરાતા વિવિધ ઇનપુટ ડિવાઇસની યાદી નીચે આપેલ છે :
→
કી-બોર્ડ
પોઇન્ટ અને ડ્રો ડિવાઇસ (નિર્દેશ કરવા અને રેખાકૃતિ કરતાં એકમો)
સ્કેનિંગ ડિવાઈસ
ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ
સ્પીચ રેકગ્નિશન ડિવાઇસ (ધ્વનિ-ઓળખ એકમ)
વિઝન આધારિત ડિવાઈસ (દૃષ્ટિ-ઓળખ એકમ)
કી-બોર્ડ (Keyboard)
→ કી-બોર્ડ સૌથી વધારે પ્રચલિત અને સાધારણ રીતે વધારે વપરાતું એક ઇનપુટ ડિવાઇસ છે.
→ કી-બોર્ડ કમ્પ્યૂટરમાં મૂળાક્ષરો, અંકો અને વિશિષ્ટ સંજ્ઞાઓ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે.
→ કી-બોર્ડમાં સામાન્ય રીતે 100 કરતાં વધારે કી હોય છે. કી-બોર્ડ એ શાબ્દિક માહિતી માટેના નિવેશ એકમ તરીકે પણ ઓળખાય છે.
→ સામાન્ય રીતે કી-બોર્ડ ઉપર નીચે મુજબ અનેકવિધ કી હોય છે.
→
અંગ્રેજી મુળાક્ષરો (a... z અને A... Z)
અંકો (0...9), ગાણિતિક પ્રક્રિયકો (+.- *. વિ.), વિરામચિહ્નો અને અન્ય સંકેતો
ફંકશન કી (F1, F2,...F12) - વિવિધ કાર્યો કરવા માટે
સૂચનાનો અમલ કરવા માટે એન્ટર (અથવા રિટર્ન) કી
સ્પેસબાર (જગ્યા છોડવા માટે)
બેંક સ્પેસ (સ્ક્રીન ઉપર કર્સરને એક સ્થાન પાછળ લઈ જવા માટે)
ડિલિટ (કર્સરની જમણી બાજુનો એક અક્ષર અથવા ઑબ્જેક્ટ કાઢી નાખવા માટે)
શિફ્ટ (કીના ઉપરના ભાગમાં રહેલા વિશિષ્ટ અક્ષરો અને કેપિટલ અક્ષરો ટાઇપ કરવા માટે)
કેપ્સલોક (કેપિટલ લૉકનાં લક્ષણોને ફેરબદલ (ટૉગલ - toggle) કરવા માટે)
ટેબ (કર્સરને પછીના ટેબસ્થાન ઉપર લઈ જવા માટે - લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે - ઈન્ડેન્ટેશન)
કન્ટ્રોલ (અન્ય કી સાથે વાપરીને બીજા વધારાનાં કાર્યો કરવાની સગવડતા આપવા માટે)
ઑલ્ટર (Alt) (કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરવામાં આવે છે.)
→ એસ્કેપ (Esc) (કોઈ કાર્ય રદ કરવા અથવા ચાલુ કાર્ય અધવચ્ચે અટકાવવા)
→ કર્સર મૂવમેન્ટ કી (તીરની દિશા પ્રમાણે કર્સરને જે-તે દિશામાં લઈ જવા માટે - ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ)
પૉઇન્ટ ઍન્ડ ડ્રૉ ડિવાઇસ (Point and Draw Devices)
→ ટાઇપ કરવાને બદલે કમ્પ્યૂટર સ્ક્રીન ઉપરથી અમુક વિગત (આઇટમ)ની સીધી પસંદગી દા.ત., "print" અથવા "close" બટન વડે કરી શકાય છે. આ કાર્ય માઉસ જેવા પૉઇન્ટ ઍન્ડ ડ્રૉ ડિવાઇસથી કરી શકાય છે. આ પ્રકારના સેતુ (ઇન્ટરફેઈસ interface)ને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેઇસ (graphical user interface) કહેવામાં આવે છે.
→ આવા એકમ ફક્ત કોઈ આઇટમથી પસંદગી કરવા માટે જ નહીં, પરંતુ લીટી, વક્રરેખા અને વિવિધ આકારો દોરવા માટે પણ વપરાય છે.
→ જોયસ્ટિક, લાઈટ પેન, ટચ પેડ, ટ્રેક બૉલ અને ટચ સ્ક્રીન એ પોઇન્ટ ઍન્ડ ડ્રૉ એકમનાં બીજાં ઉદાહરણ છે.
માઉસ (Mouse)
→ એક અથવા વધારે કાર્યો કરવા માટે સ્ક્રીન ઉપરની કોઈ ચોક્કસ જગ્યાને દર્શાવીને પસંદ કરવા માટે નાના કદના માઉસ નામના એકમનો ઉપયોગ થાય છે.
→ મેનૂમાંથી આદેશ પસંદ કરવા, વિન્ડોને નાની કે મોટી કરવા, સ્ક્રીન ઉપરના આઈકોન દ્વારા કોઈ કાર્યની પસંદગી કરવા વગેરે કાર્યો માટે માઉસનો ઉપયોગ થાય છે. સૌથી રૂઢિગત પ્રકારના માઉસની ઉપરની સપાટી ઉપર બે કે ત્રણ બટન્સ હોય છે.
→ આ બટન્સનો ઉપયોગ જુદી-જુદી ક્રિયાઓ કરવા માટે થાય છે.
→ માઉસ વડે કરવામાં આવતી કેટલીક ક્રિયાઓ નીચે મુજબ છે.
→ લેફ્ટ ક્લિક : કોઈ આઈટમની પસંદગી કરવા માટે
→ ડબલ ક્લિક : કોઈ પ્રોગ્રામને ચાલુ કરવા અથવા કોઈ ફાઈલ ખોલવા માટે અથવા કાર્યની પ્રક્રિયા ચાલુ કરવા માટે
→ રાઈટ ક્લિક : સામાન્ય રીતે જુદા જુદા આદેશો (કમાન્ડ્સ) અને ઉપલબ્ધ વિકલ્પોની યાદી જોવા માટે
→ ડ્રેગ ઍન્ડ ડ્રૉપ : કોઈ એક આઇટમની પસંદગી કરીને તેને ખસેડીને બીજા સ્થાને લઈ જવા માટે
→ સ્કોલ : કેટલાક વિનિયોગમાં જ્યારે પાનાની લંબાઈ મોનિટર /સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે સ્ક્રીનની જમણી બાજુએ સ્ક્રોલબારની સગવડ પૂરી પાડે છે. પેઈજ ડાઉન કી અથવા ઍરો-કીના ઉપયોગને બદલે ઍપ્લિકેશન સ્ક્રીન ઉપરના સ્કોલબાર ઉપર માઉસના ડાબી બાજુના બટન ઉપર ક્લિક કરી શકાય છે.
જૉયસ્ટિક (Joystick)
→ જૉયસ્ટિક એક ઊભો દંડો (સ્ટિક - stick) છે.
→ જ્યારે સ્ટિક હલાવવામાં આવે છે, ત્યારે સ્ટિકની દિશામાં ગ્રાફિક કર્સર (graphic cursor) પણ ખસે છે.
→ કર્સર વડે નિર્દેશિત કરેલાં વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવા માટે જોયસ્ટિકની ઉપર એક બટન હોય છે.
→ જોયસ્ટિક એક ઇનપુટ ડિવાઇસ છે કે જે પ્રાથમિક રીતે વીડિયો ગેઈમ્સ રમવા માટે, ટ્રેઇનિંગ સિમ્યુલેટરમાં (તાલીમ અનુકરણયંત્રમાં) અને રોબોટના નિયંત્રણ માટે વપરાય છે.
સ્કેનિંગ ડિવાઇસ (Scanning Devices)
→ સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા સીધું જ 'જુએ' છે અને મેળવેલા ડેટાને કમ્પ્યુટરમાં દાખલ કરે છે. કી-બોર્ડ દ્વારા કંઈ પણ દાખલ કરવાની કે સ્કીન ઉપરથી કંઈ પણ પસંદ કરવાની જરૂર રહેતી નથી. આ માટે ફક્ત "scan" આદેશ આપવામાં આવે છે અને ડેટા સીધા જ દાખલ થઈ જાય છે.
→ તે સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલો ટાળે છે. તસવીર, નકશા અને ઉચ્ચ ગુણવત્તાવાળા દસ્તાવેજને સીધા જ સ્કેન કરીને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે.
→ તમે દુકાનમાં દુકાનદારના હાથમાં સ્કેનર જોયું હશે, જે બારકોડ વાંચે છે. આ પ્રકારનાં સ્કેનર હેન્ડહેલ્ડ સ્કેનર તરીકે જાણીતાં છે.
→ બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે. યુનિવર્સલ પ્રોડક્ટ કોડ (Universal Product Code - UPC) નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે. UPC સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને સ્કેનર વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે.
→ કેટલાંક સ્કેનરમાં ઈમેજ (ચિત્ર કે પ્રતિબિંબ)માંથી અક્ષર ઓળખી કાઢવાની સગવડતા રહેલી હોય છે એટલે કે કમ્પ્યુટર સ્કેન કરેલા અક્ષરની ઈમેજમાંથી તે અક્ષર ઓળખી શકે છે. આ કાર્ય સ્કેન કરેલા અક્ષરની ઇમેજને અગાઉથી સંગ્રહ કરેલી અક્ષરની ઈમેજ સાથે સરખાવીને કરવામાં આવે છે. આ સગવડતાને કારણે દસ્તાવેજની ઈમેજમાં પાછળથી સુધારાવધારા થઈ શકે તે પ્રકારના દસ્તાવેજ સ્વરૂપે રૂપાંતર કરી શકાય છે (એડિટ કરી શકાય તે પ્રકારના દસ્તાવેજમાં રૂપાંતર), આ પ્રકારનાં સ્કેનર ઑપ્ટિકલ કેરેક્ટર રીડર (optical character reader) તરીકે પણ જાણીતાં છે.
→ કેટલાંક સ્કેનર વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ વડે કરેલાં ચિહ્ન ઓળખી શકે છે. આ પ્રકારના સ્કેનર ઓપ્ટિકલ માર્કરીડર (Optical Mark Reader) તરીકે ઓળખાય છે.
ચુંબકીય શાહી અક્ષર ઓળખ (Magnetic Ink Character Recognition MICR)
→ મૅગ્નેટિક ઈન્ક કેરેક્ટર રેકગ્નિશનની ટેક્નોલૉજી બેન્કિંગ ઉદ્યોગમાં ખાસ વપરાય છે. તે ચેકની ઝડપી પ્રક્રિયા માટે વપરાય છે.
→ આ ટેક્નોલૉજી પ્રિન્ટ કરેલા દસ્તાવેજમાંથી (ચેકમાંથી) એકાઉન્ટ નંબર જેવી માહિતી સીધી જ વાંચી શકે છે.
→ MICRના સંકેતો મનુષ્યો દ્વારા ઘણી સરળતાથી વાંચી અને સમજી શકાય છે, જ્યારે બારકોડ મનુષ્યો દ્વારા સરળતાથી વાંચી શકાય છે પણ સમજી શકાતા નથી. અહીં માહિતીને વિશિષ્ટ ચુંબકીય શાહી (જે આર્યન ઑક્સાઈડમાંથી બનાવવામાં આવે છે) વડે લખવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક કાર્ડરીડર (Electronic Card Reader)
→ ઈલેક્ટ્રૉનિક કાર્ડરીડર નાનાં પ્લાસ્ટિક કાર્ડ જેને ઇલેક્ટ્રૉનિક કાર્ડ કહેવામાં આવે છે, તેના ઉપરથી માહિતી વાંચે છે, કાર્ડમાંથી ડેટા વાંચીને કમ્પ્યુટરમાં લઈ જવામાં આવે છે.
→ બૅન્કના Automatic Teller Machine - ATM ના કાર્ડ અને ક્રેડિટકાર્ડ આ પ્રકારનાં પ્લાસ્ટિક કાર્ડ છે, જેમાં કાર્ડધારકની માહિતી લખેલી હોય છે.
→ કાર્ડરીડર વડે ચાલુ લેવડદેવડ (જેમકે કોઈ બિલ/ખરીદી)ની માહિતી ઉમેરવામાં આવે છે
આઉટપુટ ડિવાઇસ (Output Devices)
→ ગણતરીઓ કરીને કમ્પ્યૂટર જે પરિણામ તૈયાર કરે છે તે તેના ઉપયોગકર્તાને તો મળવું જ જોઈએ. જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, તેને આઉટપુટ ડિવાઈસ કહેવામાં આવે છે.
→ સામાન્ય રીતે વપરાતા આઉટપુટ ડિવાઇસમાં મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે.
→ આઉટપુટ ડિવાઈસમાં સામાન્ય રીતે મોનિટર સૌથી વધારે વપરાય છે.
→ આ આઉટપુટ ફક્ત વાંચવાના હેતુ માટે છે અને તેની હાર્ડ કોપી (કાગળ ઉપર પ્રિન્ટિંગ) લઈ શકાતી નથી. આથી આને સૉફ્ટ કૉપી આઉટપુટ કહેવામાં આવે છે.
→ માહિતી પ્રદર્શિત કરવા માટે કૅથોડ-રે ટ્યુબ (Cathode Ray Tube -CRT) મૉનિટર અને પાતળા મૉનિટરનો ઉપયોગ થાય છે.
→ પાતળા મોનિટરમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (Liquid Crystal Display - LCD) અને લાઈટ ઍમિટિંગ ડાયોડ્સ (Light Emitting Diodes - LED) ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે.
પ્રિન્ટર (Printers)
→ પ્રિન્ટર આપણને હાર્ડ કોપી આઉટપુટ (કાગળ ઉપર પ્રિન્ટ) આપે છે.
→ કેટલાંક પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. આથી તે કેરેક્ટર પ્રિન્ટર અથવા ડૉટમૅટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. આ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે.
→ બીજા પ્રિન્ટર એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે આથી તે લાઈન પ્રિન્ટર કહેવાય છે.
→ અન્ય પ્રકારના પ્રિન્ટર શાહીનો અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે, આ પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર કહેવામાં આવે છે.
→ ઈન્કજેટ પ્રિન્ટર ડૉટમેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘાં હોય છે.
→ જે આખા પાનાંનું ચિત્ર (ઇમેજ) તૈયાર કરી લેસર ટેક્નોલૉજીથી એકસાથે આખું પાનું પ્રિન્ટ કરે છે. આ પ્રકારના પ્રિન્ટરને લૅસર પ્રિન્ટર કહેવામાં આવે છે.
→ લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે.
પ્રોજેક્ટર (Projector)
→ કમ્પ્યુટરના આઉટપુટને દીવાલ કે સ્ક્રીન જેવી મોટી સમતલ સપાટી ઉપર પ્રોજેક્ટર તરીકે ઓળખાતી આઉટપુટ ડિવાઈસ વડે રજૂ કરવામાં આવે છે. શાબ્દિક માહિતી, ચિત્ર (ઇમેજ), ધ્વનિ (સાઉન્ડ), આલેખ (ગ્રાફ) અને એનિમેશનનો ઉપયોગ કરીને શૈક્ષણિક માહિતી તૈયાર કરીને સારી રીતે જોવા માટે સમતલ સપાટી ઉપર દર્શાવવામાં આવે છે.
→ આ પ્રકારના પ્રોજેક્ટર જ્ઞાન મેળવવા માટે (શીખવા માટે), માહિતીનું નિદર્શન કે રજૂઆત કરવા માટે ખૂબ ઉપયોગી છે. રજૂઆત કરવા (પ્રેઝન્ટેશન) માટેની આવી માહિતી તૈયાર કરવામાં મદદરૂપ થાય તેવાં સૉફ્ટવેર ઉપલબ્ધ છે.
→ કમ્પ્યુટરના જે ઉપયોગકર્તા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઇચ્છતા નથી, તેમની સમક્ષ સંગ્રહ કરેલ ધ્વનિ અને આપેલી શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે. વીડિયો ગેઈમ્સ, સ્વયંસંચાલિત જવાબો આપતાં યંત્ર (આન્સરિંગ મશીન), ચેતવણી આપતાં યંત્ર (ઍલાર્મ્સ) અને પૂર્વનિયોજિત નિશાની દર્શાવવા (સિગ્નલ માટે) વગેરે જેવા વિનિયોગમાં વૉઇસ આઉટપુટની જરૂર પડે છે.
કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે?
0 Comments
Any suggestions, Please comment Below 👇