→ ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા’: જેના અંગ્રેજી નામ ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ના છેલ્લા શબ્દ ‘કૉંગ્રેસ’ પરથી તે જ ટૂંકા નામે તે લોકોમાં પ્રસિદ્ધ થઈ.
→ 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્ટ્રીય મહાસભા (Indian National Congress) ઓગણીસમી સદીમાં ભારતમાં પાંગરતા જતા રાષ્ટ્રવાદનું સંસ્થાકીય સ્વરૂપ હતું.
→ 1876માં સુરેન્દ્રનાથ બૅનરજીએ કૉલકાતામાં ‘ઇન્ડિયન ઍસોસિયેશન’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમની પ્રેરણાથી 1883માં કૉલકાતામાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ નામની એક પરિષદ ભરાઈ. તેમાં મુંબઈ, ચેન્નાઈ અને સંયુક્ત પ્રાંતના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે આ પરષિદનું બીજું અધિવેશન 1885ના ડિસેમ્બરમાં ફરી ભરવાનું નક્કી કર્યું.
→ 1885ના 28 ડિસેમ્બરના રોજ ઍલન ઑક્ટેવિયન હ્યૂમના પ્રયત્નોથી કૉંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં ભરાયું હતું.
→ તેના પ્રમુખપદે કોલકાતાના તે સમયના પ્રખ્યાત ઍડ્વોકેટ વ્યોમેશચંદ્ર બૅનરજી હતા.
→ તેમાં હાજર રહેલા 72 પ્રતિનિધિઓ પૈકી ગુજરાતમાંથી સૂરત, અમદાવાદ અને વીરમગામના 11 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તે પૈકી હરિલાલ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, ત્રિભુવનદાસ ગજ્જર, મંચેરશા કેકોબાદ વગેરે હતા. મુંબઈમાંથી દાદાભાઈ નવરોજી, દીનશા વાચ્છા અને ફિરોજશા મહેતા હતા. અન્ય પ્રાંતોની સરખામણીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વિશેષ હતું.
→ દેશમાં ધર્મભેદ, વંશભેદ, પ્રાંતભેદ જેવા વાડાઓથી દૂર રહી એકરાષ્ટ્રીયત્વના સૂત્ર પર આધારિત સાચા અર્થમાં ભારતીય પક્ષનું નિર્માણ કરવાનું ધ્યેય આ અધિવેશનમાં સ્વીકારવામાં આવ્યું. તેનું બીજું અધિવેશન 1886માં કોલકાતા ખાતે અને ત્રીજું અધિવેશન 1887માં ચેન્નાઈમાં મળ્યું.
→ ગુજરાતમાં કૉંગ્રેસ-અધિવેશનો : ગુજરાતમાં 1902, 1907, 1921, 1938 અને 1961માં કૉંગ્રેસનાં અધિવેશનો ભરાયાં હતાં.
→ ગુજરાતમાં સુરેન્દ્રનાથ બૅનરજીના પ્રમુખપણા નીચે 1902માં પ્રથમ વાર કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. તેના સ્વાગત-પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા તથા ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ અને કનૈયાલાલ યાજ્ઞિકે પ્રતિનિધિ તરીકે અને ક. મા. મુનશીએ સ્વયંસેવક તરીકે તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનમાં હિંદની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ ઉપર જકાત, પરદેશમાં ભારતીયો તરફ વરતાતો ભેદભાવ, રંગભેદની નીતિ, સરકારી નોકરી અને લશ્કરમાં ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ વગેરે 22 ઠરાવો થયા હતા.
→ 1907માં સૂરતમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. તેમાં મવાળો અને જહાલો પણ હાજર રહ્યા હતા.
→ ડિસેમ્બર.1921માં અમદાવાદમા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 37મુ અધિવેશન ભરાયું હતું.
→ 1921માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું તે સાથે સ્વદેશી કારીગરીનું પ્રદર્શન ભરાયું હતું.
→ સરદાર પટેલે અધિવેશનમાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી વગેરે અંગે ગુજરાતના પ્રદાનની વાત કરી હતી.
→ અમદાવાદના કાપડ મિલના ટૅકનિકલ સ્ટાફે બંગાળના લોકોને મિલ-ઉદ્યોગ અંગે તાલીમ આપવાની તૈયારી બતાવી હતી.
→ આ અધિવેશનના અધ્યક્ષ તરીકે સી. આર. દાસની નિમણૂંક કરવામાં આવી હતી પરંતુ તે સમયે જેલમાં હતા તેથી કાર્યકારી અધ્યક્ષ તરીકે હકિમ અજમલ ખાં રહ્યાં હતા.
→ અમદાવાદ અધિવેશનમાં "સવિનય કાનૂન ભંગ ની લડત ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
→ અસહકારની ચળવળથી દેશની બધી જ જેલો ભરાઈ ગઈ હતી.
→ 1 ફેબ્રુઆરી, 1922ના રોજ ગાંધીજીએ અંગ્રેજ સરકારને રાજ કેદીઓને છોડી મૂકવા તેમજ પ્રજાની સ્વરાજની માંગણી સંતોષવા સાત દિવસની મુદત આપી હતી.
→ 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશમાં ચૌરી ચોરામાં શાંતિપૂર્ણ રેલી પર હેરાન કરતી પોલીસથી ઉશ્કેરાયેલા લોકોએ 22 પોલીસોને પોલીસ થાણા માં જીવતા સળગાવી દીધા.
→ ચૌરી ચોરા હત્યાકાંડને લીધે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યું અને રચનાત્મક કાર્યક્રમો કરવાની હાકલ કરી.
→ 12 ફેબ્રુઆરી, 1922ના રોજ બારડોલી ખાતે કોંગ્રેસની બેઠક મળી તેમાં "અસહકારની ચળવળ"પાછા ખેંચવાનો નિર્ણય ગાંધીજીએ લઈ લીધો.
→ આંદોલન હવે ચરમબિંદુએ હતું ત્યારે જ ગાંધીજીએ તેને સમેટી લીધું તેથી સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, સી. રાજગોપાલચારી, સી. આર. દાસ., અલી બંધુ વગેર નિરાશ થઈ ગયા અને ગાંધીજીની ટીકા કરવા લાગ્યા.
→ આવી સ્થિતિનો લાભ લઈને અંગ્રેજ સરકારે 10 માર્ચ, 1922ના રોજ ગાંધીજીની ધરપકડ કરી લીધી અને યરવડા જેલમાં પૂર્યા. આ ગાંધીજીનો પ્રથમ જેલવાસ હતો.
0 Comments
Any suggestions, Please comment Below 👇