રંજકકણ (Plastids)
રંજકકણ (Plastids)
→ રંજકકાનો મોટે ભાગે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે.
→ મોટાભાગના રંજકકણો રંજકદ્રવ્ય ધરાવે છે.
→ અલગ અલગ પ્રકારના રંજકદ્રવ્યોના આધારે રંજકકણને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે.
- હરિતકણ
- રંગકણો
- શ્વેત કે રંગહિન કણો
હરિતકણ
→ હરિતકણમાં અને કેરોટિનોઈડ રંજકદ્રવ્ય આવેલા હોય છે. જે પ્રકાશસંશ્લેષણ ક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કારે છે.
→ હરિતકણણો લીલો રંગ ક્લોરોફિલને આભારી છે.
→ હરિતકણણો અંદરણો પ્રદેશ બે ભાગમાં વહેંચાયેલો હોય છે. આધારક અને પટલમય તંત્ર
→ તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરી વનસ્પતિ માટે ખોરાક બનાવે છે જેના માટે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઈડ અને પાણીની જરૂર પડે છે.
→ હરિતકણ વનસ્પતિમાં જ હોય છે.
→ ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે અને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે.
રંગકણો
→ વિવિધ રંજકદ્રવ્યો ધરાવે છે.
→ તે ફૂલોને વિવિધ રંગ આપે છે.
→ ફૂલોના વિવિધ રંગ એન્થોસીન અને કેરોટિનોઇડ્સના કારણે હોય છે.
શ્વેત કે રંગહીનકણો
→ તેમાં કોઈ રંજકદ્રવ્ય હોતું નથી.
→ તે પ્રાથમિક કક્ષાની આંગિકા છે જે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનું સંગ્રહ થાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇